Abtak Media Google News
  • રાજકોટ પૂર્વ વિધાનસભા મતવિસ્તારના રહેવાસીઓ માટે સેવાનો સુર્યોદય: ધારાસભ્ય ઉદય કાનગડનું જનસેવા કાર્યાલય લોકો માટે બન્યું સેવાનું ધામ
  • જન્મદિવસે જ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે જનસેવાનું સરવૈયુ રજૂ કર્યું: જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાકાર કરવા કોઇ કચાશ નહિં રાખવાની જનતાને બાંહેધરી

68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે આજે પોતાના જન્મદિવસે જ ધારાસભ્ય તરીકે તેઓએ કરેલી કામગીરીનું સરવૈયુ મતદારો સમક્ષ રજૂ કર્યું છે. સાથોસાથ એવી પણ ગેરેન્ટી આપી છે કે લોકોએ કામ કે ફરિયાદોના નિકાલ માટે કલાકો રાહ જોવી પડશે નહિં. પૂર્વ વિધાનસભાના મતદારો માટે જાણે સેવાનો સુર્યોદય થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યનું જનસેવા કાર્યાલય મતદારો માટે સેવાનું ધામ બની ગયું છે.

Advertisement

Screenshot 7 3 આજે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે જનસેવાનું સરવૈયુ રજૂ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને દુરદર્શિતાના કારણે આજે ભારત વિકાસ પથ પર આગેકૂચ કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી ઓળખ ઉભી કરી ચુક્યું છે. વિકાસ મોડેલમાં ગુજરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં યથોચિત્ત યોગદાન આપી રહ્યું છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની આગેવાનીમાં ભાજપનું સંગઠન પણ મજબૂત બની રહ્યું છે. રાજકોટ પૂર્વ બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટી લોકોએ મારા પર મૂકેલા વિશ્ર્વાસને સાર્થક કરવા માટે હું પૂરતા પ્રયાસો કરી રહ્યો છું. પ્રજાકીય સેવા કાર્યનું સરવૈયુ રજૂ કરતા મને ખૂબ જ આનંદ થાય છે. મારા જનસેવા કાર્યાલયના દરવાજા સર્વે સમાજ, જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવ વિના લોકો માટે હંમેશા ખૂલ્લા રહેશે. જનસેવા એ જ પ્રભુ સેવાના મારા જીવનમંત્રને સાકાર કરવા માટે હું કોઇ જ કચાશ નહિં રાખું. પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી લોકોના કામ અને ફરિયાદોનો સતત નિકાલ કરતો રહીશ.Screenshot 6 3

અત્રે ઉલ્લેખનીય છે કે ઉદયભાઇ કાનગડે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.3.63 કરોડ મંજૂર કરાવી અનેક દર્દી નારાયણોની સેવા કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસે પણ અલગ-અલગ સેવાકીય કાર્યક્રમો યોજી લોકોને મદદરૂપ થયા હતા. ધારાસભ્ય તરીકે શપથ લીધાના બીજી જ મિનિટે તેઓ સક્રિય થઇ ગયા છે. ઋણ સ્વિકાર કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પણ તેઓએ એવી ખાતરી આપી હતી કે પ્રજાના પ્રશ્ર્નો હલ કરવા માટે તેઓ ક્યારેય પાછીપાની કરશે નહિં. ઉપલા કાંઠા વિસ્તારમાં તેઓએ જનસેવા કાર્યાલયનો ગત વર્ષે આરંભ કરાવ્યો હતો. જેમાં આરટીઆઇ, રેશન કાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી, પોસ્ટ એકાઉન્ટ, પોસ્ટ વિમા, વ્હાલી દિકરી યોજનાના ફોર્મ, નાના બાળકોના આધાર કાર્ડ, માનવ ગરિમા યોજના, આધાર કાર્ડમાં એડ્રેસ ફેરફાર, આયુષ્યમાન ભારત કાર્ડ, વૃદ્વ પેન્શન યોજના, કેન્સર સહાય યોજના, વિકલાંગ પેન્શન યોજના, વિધવા પેન્શન યોજના, ઇ-શ્રમ કાર્ડ, સુક્ધયા સમૃદ્વિ યોજના, આવકના દાખલ જેવા અનેકવિધ કામો કરવામાં આવી રહ્યા છે.

ધારાસભ્યનો હુંફાડો માનવ અભિગમ પણ સામે આવ્યો છે. ગત વર્ષે શિયાળાની સિઝનમાં તેઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં અભ્યાસ કરતા 12,500 છાત્રોને સ્વેટરનું વિતરણ કર્યું હતું. રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં આશરે 300થી વધુ દર્દીઓના મોતિયાના ઓપરેશન પણ કરાવ્યા છે. સંગઠન સાથે સંકલન રાખી તેઓ સતત સક્રિયતા દાખવી રહ્યા છે. એઇમ્સ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં પણ 2180 દર્દીઓએ લાભ લીધો હતો. મુખ્યમંત્રીના જન્મદિવસે તેઓ દ્વારા હિના ફાઉન્ડેશન સંસ્થાના દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. છાત્રોનો ઉત્સાહ વધે તે માટે ધોરણ-10 અને ધોરણ-12માં 85 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર તમામ છાત્રોને જ્ઞાનરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓના મતવિસ્તારમાં આવતા અલગ-અલગ વોર્ડના વિકાસ કામો માટે પણ તેઓએ કરોડો રૂપિયાનો ખર્ચ મંજૂર કરાવ્યો છે.Screenshot 5 3

જૂન-2023 વાવાઝોડાની પરિસ્થિતિમાં તેઓએ દ્વારકા ખાતે ફૂડ પેકેટ મોકલ્યા હતા અને સાથે ખૂદ પણ ગયા હતા. વિધાનસભાની અલગ-અલગ બેઠકોમાં ભાગ લઇ તેઓએ પ્રજાના પ્રશ્ર્નો રજૂ કર્યા છે. તેઓના જનસેવા કાર્યાલયની મુલાકાત અલગ-અલગ કેન્દ્રીય અને રાજ્ય સરકારના મંત્રીઓ લઇ ચુક્યા છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન વિધાનસભા-68માં આવતી 450 ગરબીઓમાં તેઓએ ફાળો આપ્યો હતો. સાથોસાથ સુક્ધયા બચત યોજનાના પણ મહત્તમ ખાતા ખોલાવ્યા હતા. બોર્ડના છાત્રો માટે મોટીવેશનલ સેમિનાર, તુલસી વિવાહના પારંપરિક તહેવારના ઉજવણીના ભાગરૂપે 3000થી વધુ તુલસીના છોડ અને કુંડાનું વિતરણ, અલગ-અલગ સોસાયટીઓના રેવન્યૂના પ્રશ્ર્નનો નિકાલ, સફાઇ ઝુંબેશ, અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ રથ અને પાદુકા પુજનમાં પણ તેઓ સામેલ થયા હતા.

અંગદાતાના 11 પરિવારોને ઉદયભાઇ કાનગડના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તેઓ 35,669 લાભાર્થીઓને મદદરૂપ થયા છે. જનસેવા કાર્યાલય લોકો માટે આશિર્વાદરૂપ બન્યું છે. ટૂંકમાં એક જાગૃત જનસેવક તરીકે તેઓ ખૂબ જ સારી જવાબદારી નિભાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.