Abtak Media Google News

કવ્વાલીનો જોરદાર મુકાબલો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટયા

હાલાર શહેનશાહ હઝરત સૈયદ નઝરઅલી ઇમાનઅલી કાદરી (દુનદુના શાહબાબા)ની જગ્યાએ જશ્ને ઉર્ષ મુબારકનો ઉર્ષ શરીફ  ઉજવવામાં આવેલ છે.

Advertisement

નમાઝ ઇશા હઝરત મૌલાના હાજી છોટે સલીમબાપુ (હડિયાણા વાળા) અને હઝરત મૌલાના હાજી મૌલાના હાજી અબ્દુલ ગફફુરબાપુ (પેશ ઇમામ ઘડિયાળા) પોતાના જોશીલા અંદાજમાં તકરીર ફરમાવેલ હતી.

દરગાહ શરીફથી સંદલ ઉપડીના ગામના મુખ્ય બજારોમાં વાજતે ગાજતે ફરીને પરત દરગાહ શરીફે પહોંચેલ અને રાત્રે ૧૦ કલાકે કવ્વાલીનો જોરદાર મુકાબલોામાં કલાકાર સાજીદ ખ્યાર એન્ડ પાર્ટી…. અકરમ ખ્યાર એન્ડ પાર્ટી દ્વારા જમાવટ કરાવાઇ હતી.

સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત હડિયાણા અને સમસ્ત કાદરી પરીવાર તથા સહયોગથી બિસ્સનિલા ડેકોરેશન જોડીયા, કિરપા સાઉન્ડ સર્વિસ હડિયાપા અને કાદરી હુશેની ઉર્ષ કમીટી, કાદરી મહમદ ઉમર જાફરમીયા, ઇમરાન જાફરમીયા કાદરી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.