Abtak Media Google News

તાજેતરમાં હેકીંગ અને અન્ય ડેટા ચોરી જેવી સમસ્યા વધતી જોવા મળી છે ત્યારે સરકારે આ બાબતે ગંભીરતા દાખવી ડેટા સીક્યુરીટીનાં પ્રશ્નને સુલ ઝાવવા કાર્યવાહી હાથ ધરી છે જેમાં સાંસદીય સમિતિએ લગભગ ૨૦ વિષયોની ઓળખ કરી છે. જેમાં ફિલ્મ ઉદ્યોગો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને પણ આવરી લેવામાં આવી છે. મિડિયા કવરેજ માટે નૈતિકતા, આતંકવાદના પ્રચારને અટકાવવ સામાજીક માધ્યમની દેખરેખ, ભારતીય ગ્રાહકોની માહિતીનાં રક્ષણ માટે ફેસબુક, ટ્વીટર, ગુગલ જેવી ઇન્ટરનેટ કં૫નીઓની દેખરેખ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપનાં સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતા વાળી આ સમિતિમાં લોકસભા અને રાજ્ય સભાનાં ૩૧ સાંસદો જેમાં સચિન તેંડુલકર, પરેશ રાવલ, એલ.કે. અડવાણી, હેમા માલીની, રાજ બબ્બર અને સુભાષચંદ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેનલ ડેટા સીક્યુરીટી અંગે રીસર્ચ કરી ટુંક સમયમાં જ તેના રીર્યો જાહેર કરશે અને જ્યાં જ્યાં સમસ્યાઓ ઉદ્ભવે છે. તેને દૂર કરવાનાં રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમિતિ દ્વારા આપવામાં આવેલો રીપોર્ટ શુધ્ધ અને તટસ્થનાં આદર્શોને અનુસરસે તેમજ ડિજીટલ ચુંકવણી અને ડેટાની ઓનલાઇન સુરક્ષાના વિવાદાસ્પદ મુદ્ાને વધુ મહત્વનો સમજી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ સમિતિ પ્રસાર ભારતી અને ડિજીટલ કાર્યક્રમનાં કાર્યની સમિક્ષા કરવામાં આવશે. વધુમાં તે નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનાં અમલીકરણ પ્રગતિ પણ તપાસશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.