Abtak Media Google News

વિશાળ શોભાયાત્રા, લોકડાયરો, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા: નવનિયુકત પદાધિકારીઓનું સન્માન: મહાઆરતી અને ડાયરાની રંગત લેતા હજારો પાટીદાર પરીવાર અને સમાજ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ

ઉમા જયંતીની સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર પર્વ પર રાજકોટમાં પણ ઉમિયા પદયાત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને લોક ડાયરાનું આયોજન કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.

Advertisement

2 57

લોકોના મનોરંજન સાથે સાથે રકતદાન કેમ્પ પણ યોજાયો હતો. આ પ્રસંગે નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય તથા ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉમા જયંતી નિમિતે ઠેર-ઠેર અલગ અલગ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટ ખાતે ઉમિયા પદયાત્રી પરીવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મનોરંજન સાથે સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

7 17

અબતક સાથેની વાતચીતમાં ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવરે જણાવ્યું હતું કે, ઉમા જયંતિ નિમિતે આ લોક ડાયરાની સાથો સાથ કોઈ સેવાકિય પ્રવૃતિ દ્વારા રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

3 38એક વર્ષની અંદર ટ્રસ્ટ દ્વારા આ ૨૫મીવાર રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો હેતુ જરૂરીયાતમંદને સેવા પહોંચે તેવો હતો.

4 34 વધુમાં વિનુભાઈએ કહ્યું હતું કે, કોઈપણ શુભ પ્રસંગે કે કોઈ કાર્યક્રમ નિમિતે જયાં લોકોની ઉપસ્થિતિ હોય ત્યાં જો કોઈને રકતદાન કેમ્પનું આયોજન કરવું હોય તો તેઓ ટ્રસ્ટને જાણ કરી શકે છે.

5 35ટ્રસ્ટ કોઈપણ ચાર્જીસ વિના રકતદાન કેમ્પનો પુરો ખર્ચ ભોગવશે. ટ્રસ્ટનો હેતુ રકત કેમ્પમાં એકઠું થયેલ રકત કોઈપણ જરૂરીયાતમંદને એક પણ ચાર્જીસ વગર પહોંચાડવામાં આવશે. ખાસ વધુ જણાવતા વિનુભાઈએ કહ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડવા વૃક્ષારોપણ માટે એક ખાસ આયોજનનું વિચારી રહ્યા છે.

6 21ઉમિયા પદયાત્રી પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવી સેવાકિય પ્રવૃતિ થતી રહે છે ત્યારે રકતદાન કેમ્પ અને વૃક્ષારોપણ જેવી પ્રવૃતિ પર ખાસ ધ્યાન રાખી પ્રવૃતિઓ પણ કરવામાં આવશે.

10 8આ ભવ્ય લોક ડાયરામાં બહોળા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા અને વધુ પ્રમાણમાં લોકો દ્વારા થયેલ રકતદાન દ્વારા કાર્યક્રમના અનુસંધાને ૨૭૫ જેટલી બોટલ રકત એકત્રિત કરવામાં આવ્યું હતું.

11 8 તથા આવા કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટ દ્વારા અવાર નવાર કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.