Abtak Media Google News

અંજાર સમાચાર

અંજાર નગરપાલિકા દ્વારા બીનઅધિકૃત દબાણ હટાવાયા છે . અંજાર શહેરમાં સરકારી જમીન પર ઠેકઠેકાણે દબાણ થયા છે. વારંવાર ટ્રાફિકજામ સહિતના બનાવો અને  અકસ્માતો થાય છે. નગરપાલિકા તંત્રએ પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર પારસ મકવાણાની સુચનાથી કળશ સર્કલ,ગંગા નાકા,ઓક્ટ્રૌય ચોકી જેવા વિસ્તારોમાં ગતરોજ સવારથી સાંજ સુધી દબાણ હટાવની કામગીરી કરી હતી.

અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર પાર્થ મકવાણાની સૂચનાથી અગાઉ 30 દબાણકારોને પાલિકાએ સૂચના આપી હતી પણ સમય મર્યાદામાં કામગીરી ન થતાં નગરપાલિકા સેનીટેશન ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી, જાગીર ઇન્સ્પેક્ટર ભરત ઠક્કર, એન્જિનિયર અનસ ખત્રી તથા વિનોદ શામળિયા, વાલજી મકવાણા, હિતેશ કાપડી, રજાક બાયડ, રાહુલ લોચાણી અને દબાણશાખા, સેનિટેશન શાખાની ટીમ દ્વારા અંજાર પોલીસ સ્ટાફને સાથે રાખી ગતરોજ સવારથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાંજ સુધીમાં દબાણ હટાવાયા હતા. આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી થશે,તેવું દબાણ શાખાના તેજપાલભાઈએ જણાવ્યું હતું.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.