Abtak Media Google News

અંજાર સમાચાર

અંજાર તાલુકાના મેઘપર કુભારડી વિસ્તારમાં આવેલી ભક્તિ નગર 1ના રહેવાસીઓ પ્રમુખ ધીરેન્દ્ર સિંહ મોખાંની આગેવાનીમાં બાલાજી રેસેન્ડસી સામે વિરૂદ્ધમાં ધરણાં પર બેઠા છે . પ્રમુખે ભક્તિનગર સોસાયટી દ્વારા જણાવ્યું કે, ભક્તિનગર 1 નો આવવા જવાનો રસ્તો જે આદિપુર જવા માટે છે, તે રસ્તા ઉપર બાલાજી રેસીડેન્સી ગ્રુપ દ્વારા દીવાલ બનાવાનું કાર્ય ચાલુ છે, જો આ દીવાલ દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવશે તો સોસાયટીના લગભગ 500 જેટલાં ઘરના સભ્યોની મૂળભૂત સુવિધાઓ અટકી જશે, જેવી કે
– બાળકો ને સ્કૂલમાં આવવા જવા બાબત
– મેડિકલ ઇમર્જનસી બાબત
– કુદરતી આફતોમાં સુરક્ષિત સ્થળ તરફ જવામાં વગેરે

ભક્તિનગર 1 સોસાયટીમાં મધ્યમ પરિવારના લોકો રહે છે, આદિપુર જવા માટેનો માર્ગ બંદ થવાથી રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. આ ઉપરાંત બાળકો તથા પરિવારની સુરક્ષા હેતું યોગ્ય ઉકેલ તથા નિર્ણય આપવા વિનંતી કરી કહેવામાં આવ્યું કે અમે આજ રોજ ધરણા ઉપર બેઠા છીએ જ્યા સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધરણાં ઉપર અટલ રહીશું.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.