વિધાનસભા ચૂંટણી અંતર્ગત કલેકટર અને પોલીસ કમિશનરે મતદાન મથકોની સ્થળ મુલાકાત લઈ કરી સમીક્ષા

આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર  અરૂણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર   રાજુ ભાર્ગવે રાજકોટ શહેરી વિસ્તારના વિવિધ મતદાન મથકોની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સંબંધિત અધિકારીઓને દિવ્યાંગ મતદારો માટે રેમ્પ તથા રિલિંગ, તેમજ સ્વચ્છતા અને સુરક્ષા વગેરેની સમીક્ષા કરી હતી.

પોલીસ મુખ્ય મથક સ્થિત આંગણવાડી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, જંકશનની  ઠકકરબાપા પ્રા. શાળા, પોપટપરાના રૂખડિયા વિસ્તારમાં શહીદ મંગલ પાંડે શાળા નં. 17, નીલકંઠ પાર્ક વિસ્તારમાં વીર ભગતસિંહ શાળા, મહારાણા પ્રતાપ શાળા નં. 80,  ક્રિષ્ના ચોક પાસેની હરી ઓમ વિદ્યાલય, હુડકો વિસ્તારની શાળા નં 61 વગેરે મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી. કલેકટરે સ્થળ મુલાકાત દરમ્યાન સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી મતદાન મથકના લગત વિસ્તારને સબંધિત જાણકારી મેળવી સુચારૂ વ્યવસ્થા અંગેના સૂચનો આપ્યા હતા.