Abtak Media Google News

કૃષિમંત્રી આર.સી.ફળદુનાં નિવેદનને અસત્ય ગણાવતા નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા

મગફળીમાં માટી ભેળવવાનું કૌભાંડ છુપાવવા ગોડાઉનમાં આગ લગાવવામાં આવી’તી બેદરકારી દાખવનાર વેરહાઉસ મેનેજર મગન ઝાલાવડીયા સામે કાર્યવાહી કરવાની માંગ

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ મગફળી કૌભાંડમાં નાફેડ જવાબદાર હોવાનું નિવેદન આપ્યા બાદ નાફેડનાં ચેરમેન વાઘજીભાઈ બોડાએ બચાવમાં જણાવ્યું કે, કૃષિ મંત્રીનું આ નિવેદન અસત્ય છે. તેઓએ માર્ગદર્શન મેળવવાની જરૂર છે. મગફળી કૌભાંડ ગોડાઉન સંચાલકો અને તંત્રની મીલીભગતી આચરવામાં આવ્યું છે.

નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા અને ગુજરાત બ્રાન્ચ મેનેજર મલ્હોત્રાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કહ્યું કે, નાફેડએ ખેડૂતોની સંસ છે જે ૬૦ વર્ષ પૂર્વે સપવામાં આવી હતી. નાફેડનું કામ દેશમાંથી ખેડૂતો દ્વારા ઉત્પાદિત તી જણસીનું ખરીદ વેંચાણ તેમજ આયાત-નિકાસનું છે. ત્રણ વર્ષ પૂર્વે નાફેડ પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ પૈસા નહોતા, નાફેડ દેણામાં ડૂબેલુ હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે વખત મુલાકાત લઈ તેઓએ મદદ માટે હાલ લંબાવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે નાફેડને રૂ.૨૫ હજાર કરોડની દેશભરની ખરીદી આપી છે.

આ ઉપરાંત ૧૫ દિવસ પૂર્વે ભારત સરકાર દ્વારા નાફેડનો રૂ.૧૦૦ કરોડનો બાયોગેશ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે. નાફેડે આઈઓસી કંપની સો એમઓયુ કર્યા છે. જર્મન ટેકનોલોજીના આ પ્લાન્ટને હરીયાણા નજીક શરૂ કરવામાં આવશે. પ્લાન્ટમાં કચરો, ગંદી વસ્તુ, સડેલા શાકભાજી તેમજ ઘઉં, સાઠી વગેરેનો કચરો ઉપયોગમાં લેવાયા બાદ બાયોગેસ ઉત્પન્ન શે. આગામી સમયમાં ગુજરાતમાં પણ આ પ્રકારના બાયોગેસ પ્લાન્ટ શતું કરવામાં આવશે.

વધુમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કૃષિમંત્રી આર.સી.ફળદુના નિવેદનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, કૃષિ મંત્રીએ મગફળી કૌભાંડ મામલે નાફેડને જવાબદાર ગણાવ્યું છે. આ વાત અશકય છે. કૃષિમંત્રીએ પહેલા આ મામલે માર્ગદર્શન મેળવવાની જરૂર છે. વાઘજીભાઈએ આડકતરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મગફળીમાં માટી ભેળવવાનું કૌભાંડ છુપાવવા માટે આગ લગાવવામાં આવી હતી. મગફળી કૌભાંડમાં ગોડાઉન સંચાલકો અને તંત્રની મિલીભગત છે. આ મામલે જવાબદાર ગોડાઉન સંચાલકો તેમજ તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.

અંતમાં વાઘજીભાઈ બોડાએ કહ્યું કે, શાપરમાં ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઉનમાં લાલપરની મંડળીનો જ મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ત્યારે મગફળી કૌભાંડની તપાસમાં આ મુદ્દાને ધ્યાને લેવામાં આવે તો અનેક વિગતો બહાર આવી શકે તેમ છે. ઉપરાંત હાલ ગોડાઉનમાં જે જથ્થો પડયો છે તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ છે.

વેરહાઉસ મેનેજરે બેદરકારીથી આડેધડ ગોદામો રાખ્યા

નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સુચવેલી ગાઈડ લાઈન મુજબ વેરહાઉસની કામગીરી કરવાની હોય છે. ગોદામ રાખતા સમયે હવા-ઉજાસ, હરવા-ફરવા માટે ચારેયબાજુ બે-બે ફૂટનો માર્ગ, દવાનો છંટકાવ, સિકયુરીટી વગેરે બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.

આ ઉપરાંત સમયાંતરે ગોડાઉન ખોલીને તેમાં પડેલ જથ્થાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે વેરહાઉસ મેનેજર મગનભાઈ ઝાલાવડીયાએ આડેધડ ગોદામો રાખી બેદરકારી દાખવી હતી. તેઓએ ખરાબ ઈરાદા સો આ કારસ્તાન કર્યું હતું.તેઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્ર સરકારને રજૂઆતો કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.