Abtak Media Google News

નરેન્દ્ર મોદી મંગળવારે નમો એપ દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદીએ કહ્યું- ‘અમે આઝાદી પછીથી જ લાયસન્સ રાજ જોયું. લોન તેને જ મળતી હતી જેમનું મોટું નામ હોય, જેની ભલામણ થયેલી હોય. ગરીબોને સિસ્ટમની બહાર રાખી દીધા હતા. તેઓ પોતાના કામનો વિસ્તાર જ નહોતા કરી શકતા. મુદ્રા યોજનાએ વ્યાજખોર લોકોની ચુંગાલમાંથી દેશના યુવાધનને બચાવ્યું છે. મુદ્રા યોજનાથી સામાન્ય માણસની પ્રતિભાને ઓળખ મળી છે.’ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને ગઇકાલે જ ઉજ્જલવા યોજનાનો લાભ મેળવનારી દેશભરની મહિલાઓ સાથે વાત કરી હતી.

અમે 12 કરોડ લોકોને લોન આપી જેમાં 75% મહિલાઓ છે

 નરેન્દ્ર મોદીએ કહ્યું, “મુદ્રા એક એવી યોજના છે જેમાં લક્ષ્યથી વધુ લોન આપવામાં આવી છે. સૌથી ખુશીની વાત એ છે કે જે 12 કરોડ લોકોને લોન આપી છે તેમાં 74 ટકા એટલે કે 75 ટકા આસપાસ આપણી માતાઓ એટલે કે મહિલાઓ છે. 55 ટકા પછાત વર્ગ એટલે કે એસસી-એસટી અને ઓબીસી સમાજની મહિલાઓને મળી છે. દેશને આપણે ગરીબીના નામ પર કેવી જુદી-જુદી રીતે ગેરમાર્ગે દોરાતો જોયો છે. કેવા-કેવા નારાઓ આપણે સાંભળ્યા છે. ત્રીસ-ચાલીસ વર્ષોથી આ સાંભળતા-સાંભળતા ગરીબનો તો વિશ્વાસ જ ઊઠી ગયો છે. જે કાફલો બેંકો સાથે શરૂ થયો હતો, આજે તેમાં અનેક સંસ્થાઓ પણ જોડાતી ગઇ. તેમાં 110 બેંકો જ નહીં માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ પણ મુદ્રા લોન આપી રહી છે. બેંકોએ આ લોનને આપવાની પ્રક્રિયા સરળ બનાવવાનું કામ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.