Abtak Media Google News

રૈયા વિસ્તારમાં પાંચ અને કોઠારીયામાં ચાર ટીપી સ્કીમ બનશે

મવડીમાં બે અને વાવડીમાં એક ટીપી સ્કીમ બનાવવાની કામગીરી શરૂ

રાજકોટ ચોતરફ ખુબ જ ઝડપથી વિકસી રહ્યું છે. ભારત સરકાર દ્વારા રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવતા હવે વિકાસ વધુ વેગવંતો બને તેવી સંભાવના ઉભી થવા પામી છે. મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં રૈયા અને કોઠારીયામાં નવી ૯ ટીપી સ્કીમ બનાવવામાં આવશે.

Advertisement

આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી અંતર્ગત રૈયા વિસ્તારમાં મહાપાલિકા દ્વારા નવી પાંચ અને કોઠારીયા વિસ્તારમાં નવી ચાર ટીપી સ્કીમ સહિત કુલ ૯ ટીપી સ્કીમ બનાવવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. મવડી વિસ્તારમાં બે અને વાવડી વિસ્તારમાં એક ટીપી સ્કીમ બનાવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. શહેરના સુઆયોજીત વિકાસ અર્થે કોર્પોરેશન દ્વારા આજ સુધીમાં કુલ ૪૦ ટીપી સ્કીમ બનાવવામાં આવી છે. શહેરીકરણના વધતા જતા વ્યાપને લઈ વર્ટીકર ડેવલોપમેન્ટ લોકો વળે તે માટે સીટી એરીયા એ સિવાયના વિસ્તારમાં હાલ અમલમાં છે. તેનાથી વધુ સેલેબલ એફએસઆઈની જોગવાઈ લાવવામાં આવી છે. જેના કારણે જમીન પરનો બોજો ઘટશે અને લોકોને સસ્તા ભાવે મકાનો મળશે. વેસ્ટ ઝોનમાં બીઆરટીએસ પ્રોજેકટ માટે થયેલા ખર્ચને કાઢવા માટે રીંગરોડને લાગુ જમીન પર વધારાની ૦.૭૫ જેટલી એફએસઆઈ મળવાપાત્ર છે. જેના થકી નવેમ્બર-૨૦૧૭ સુધી ૩૬૬૫ લાખની આવક થવા પામી છે. વિકાસ પરવાનગી મેળવવા ઈચ્છતા લોકો સત્વરે બાંધકામની પરવાનગી મેળવી શકે તે હેતુથી ઓનલાઈનના ધાેરણે વિકાસ પરવાનગી આપવામાં આવી રહી છે. જેનાથી એક કદમ આગળ જઈ મહાપાલિકા દ્વારા ઈન હાઉસ ઓનલાઈન સોફટવેર બનાવવાનું કામ હાલ પૂર્ણતાના આરે છે.

આ સોફટવેરમાં રહેણાંક, લો-રાઈઝ, કોમર્શીયલ, ઈન્ડસ્ટ્રીઝ વગેરે તમામ પ્રકારની પરવાનગીઓને આવરી લેવામાં આવેલ છે. મહાપાલિકાના માન્ય પરવાનેદારો પોતાની ઓફિસમાંથી પ્લાન ઈન્વોલ્ટ કરી કવેરીની  પૃથ્તા કરી શકશે અને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. રજુ થયેલા પ્રકરણના દરેક

સ્ટેજના સ્ટેટસની જાણ પરવાનેદાર તેમજ અરજદારને એસએમએસ તથા ઈ-મેઈલ દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.