Abtak Media Google News

જિલ્લાના સંગઠન હોદ્દેદારો દ્વારા ગૃહમંત્રીનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે તેમનાં પરિવાર સાથે રવિવારે સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ગૃહમંત્રી અમિતભાઇ શાહે રવિવારે સાંજે સોમનાથ પહોંચી સોમનાથ મહાદેવનાં દર્શન, અભિષેક, પૂજા કરી  સાંધ્ય આરતીમાં તેઓ સહભાગી થયા હતા.

00010 1

અમિતભાઇ શાહે સોમનાથ દાદાને શીશ નમાવી લોકોનાં રક્ષણ, કલ્યાણ અને સુખશાંતિની પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિરનાં મુખ્ય પુજારી ધનંજયભાઇ દવેએ શાસ્ત્રોકત વિધિથી અમિતભાઇ શાહને પુજા કરાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા પછી અમિતભાઇ શાહ આજે પ્રથમ વખત ગીર-સોમનાથ જિલ્લાની મૂલાકાતે આવ્યા હતા. સોમનાથ મહાદેવનાં દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીએ સ્વાગત સાથે મંત્રીને સોમનાથ મંદિર પરિસરમાં યાત્રીકો સબંધિ વિકાસકાર્યોથી પણ વાકેફ કર્યા હતા.

00004

સોમનાથ દાદાનાં દર્શન પૂર્વે સાગરદર્શન ખાતે અમિતભાઇ શાહનું સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન જોલોંધરા, નગરપાલિકાનાં પ્રમુખ મંજુલાબેન સુયાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, કાજલી માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન ગોવિંદભાઇ પરમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં ડાયરેકટર કીશોરભાઇ કુહાડા અગ્રણી મહેન્દ્રભાઇ પીઠીયા, લખમભાઇ ભેંસલા, ડાયભાઇ જોલોંધરા, કલેકટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ટ્રસ્ટી જે.ડી.પરમાર, સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિંજયસિંહ ચાવડા સહિતનાં મહનુભાવોએ ઉપસ્થિત રહીને સ્વાગત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.