Abtak Media Google News

ઉમા ટાઉનશીપ ખાતે સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં હાજરી આપશે

આગામી તારીખ ૧૭ના રોજ કેન્દ્રીય મંત્રી જયપ્રકાશ નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ કેન્દ્ર સરકાર ની સિદ્ધિ વર્ણવતા સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમમાં હાજરી આપશે

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શાસન ના ત્રણ વર્ષ પૂર્ણ કરતા સરકારની કામગીરી જન- જન સુધી પહોંચાડવા દેશ ભરમાં મોદી ફેસ્ટ અને સબકા સાથ સબકા વિકાસ શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત  આગામી તા.૧૭ ના રોજ મોરબી ખાતે સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમનું આયોજન ઘડી કઢાયુ છે

વધુમાં ગઈકાલે કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમ ને અનુલક્ષી પ્રદર્શન કામગીરી સાંભળનાર એજન્સી ના સંચાલકો તેમજ કાલાવડ જોડિયા મત-વિસ્તારના ધારાસભ્ય આ મામલે જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી પ્લાનિંગ કર્યું હોવાની વિગતો સાંપડી રહી છે.

દરમિયાન ઉમા ટાઉનશીપ ખાતે યોજાનાર સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમ માં વડાપ્રધાન મોદી ની ત્રણ વર્ષની સિદ્ધિઓ ઉપરાંત કેન્દ્ર સરકારે રજુ કરેલી જુદી જુદી યોજનાની જાણકારી અને કામગીરીના લેખ જોખાં મોટા મોટા હોર્ડિંગ્સ દ્વારા પ્રદર્શિત કરવામાં આવનાર હોવાનું માહિતગાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.