Abtak Media Google News
  • પારેવડી ચોકથી 150 ફૂટ રીંગ રોડ સ્થિત શહેર ભાજપ કાર્યાલય સુધી એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Rajkot News : લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહેલા કેન્દ્રીય મંત્રીને પારેવડી ચોકમાં આવકારશે: શહેર ભાજપ કાર્યાલય સુધી શાનદાર રેલીનું આયોજન

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગત શનિવારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 195 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવાર જાહેર કરાયા બાદ આવતીકાલે પ્રથમવાર રાજકોટ પધારી રહેલા રૂપાલાનું શહેર ભાજપ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવશે.

આ અંગે  વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજકોટ બેઠક પરથી ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના નામની ઘોષણા કરી છે. શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળે રહ્યો છે. સૌરાષ્ટ્રની તમામ બેઠકો પૈકી રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમભાઈ રૂપાલાને રેકોર્ડબ્રેક લીડથી જીતાડવા કાર્યકરો અત્યારથી જ ખબે ખભા મિલાવી કામ કરી રહ્યા છે.ઉમેદવાર જાહેર કરાયા બાદ આવતીકાલે સવારે 10 કલાકે પરસોતમભાઈ રૂપાલા પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદથી બાય રોડ રાજકોટ આવશે. પારેવડી ચોક ખાતે શહેર ભાજપના હજંજારો કાર્યકર્તાઓ પોતાના લોકલાડીલા અ

નેતા અને ઉમેદવારને ફુલડે વધાવશે. ભવ્ય સ્વાગત કરવામાં આવશે સાથોસાથ આતશબાજી પણ કરવામાં આવશે. પારેવડી ચોકથી 150 ફૂટ રીંગ રોડ સ્થિત શહેર ભાજપ કાર્યાલય સુધી એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી જ ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચારનો આરંભ કરી દેવામાં આવશે. હજી ચૂંટણીની તારીખોનું પણ એલાન પણ નથી થયું ત્યાં ભાજપ દ્વારા જે રીતે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે તે બતાવે છે કે જીત માટે પક્ષ કેટલો નિશ્ચિત છે. પોતાના કાર્યકરોને પણ પ્રચાર પ્રસારની કામગીરીમાં લાગી જવા મોવડી મંડળ દ્રારા તાકીદ કરવામાં આવી છે. બુધવારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પત્રકાર પરિષદને પણ સંબોધે તેવી શક્યતા હાલ જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.