Abtak Media Google News

વિમલનાથ સ્વામી જૈન દેરાસર આયોજીત

રાજકોટ ખાતે મૂર્તિ જૈન તપગચ્છ સંઘ સંચાીલત બલસાણા તિર્થ સ્વરુપ શ્રી વિમલનાથ સ્વામી જૈન દેરાસર દ્વારા આજે શેત્રુજય ભાવયાત્રા કાર્યક્રમનું પ્રમુખ સ્વામી ઓડોટોરીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાભ લેનાર ભાગ્યશાળી ચંદ્રાવતીબેન જશવંતરાય શાહ અને જે.એમ. શાહ એડવોકેટ પરિવાર બન્યો હતો.

આ કાર્યક્રમમાં ભાજપ લોકસભા કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, સાંસદ મહોનભાઇ કુંડારીયા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા તથા ભાજપના આગેવાનો ઉ5સ્થિત રહ્યા હતા.

1000 ભાવિકો આ કાર્યક્રમમાં જોડાયા: વિપુલ દોશી

Dsc 1040

વિપુલ દોશીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું કે આજે શેત્રુજય ભાવયાત્રાનું કાર્યક્રમ આયોજન કરેલ છે. 1000 ભાવિકો જોડાયા છે. જે એમ. શાહ એડવોકેટ આ આયોજનના લાભ લેનાર ભાગ્યશાળી રહ્યા. આજે કરોડો જૈન મુનિઓ મોક્ષે ગયા છે. આજના દિવસનું ખુબ મહત્વ છે. આજે લાખો માણસો પરિક્રમા કરવા પાલીતાણા જાય છે.અને જે પાલીતાણા પહોંચી શકે એમ ન હોય તેના માટે દર વર્ષે શેત્રુજય ભાવયાત્રા કાર્યક્રમનું આયોજન થાય છે.

પરષોતમભાઈ રૂપાલા પણ ભાવ પ્રગટ કરી શેત્રુંજય યાત્રામાં જોડાયા: ડો.દર્શિતાબેન શાહ

Dsc 1122

રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન સહાય જણાવ્યું હતું કે શેત્રુંજય ભાવ યાત્રામાં સમાજના શ્રેષ્ઠિઓ સાથે જૈન સમાજ પણ જોડાયો હતો અને આજનો દિવસ ખરા અર્થમાં જૈન સમાજ માટે ખૂબ મહત્વનો છે ત્યારે રાજકોટ ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પણ આ દિવ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેઓએ ભાવ પ્રગટ કરી શેત્રુંજય યાત્રામાં જોડાયા હતા. આ દિવ્ય કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યભાવ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત જૈન સમાજના આગેવાનોએ પરસોતમભાઈ રૂપાલાનું સ્વાગત કર્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.