Abtak Media Google News

અમરેલી સિવિલ હોસ્પીટલ અને રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા 62 લાખ  જયારે 5 અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ.37.50 લાખ ફાળવ્યા

કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની જ્યારે તાતી જરૂર છે એવીઆ પરિસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ તેમની ગ્રાંટમાંથી રૂ. 1 કરોડ ફાળવ્યા છે. અમરેલી જિલ્લાના અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે તેમજ રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા રૂ.62 લાખ ઉપરાંત, હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સુવિધા માટે રૂ. 7.50 લાખની કિંમતના 5 અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ. 37.50 લાખની ગ્રાંટ ફાળવણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આગામી માત્ર 15 દિવસમાં પાંચ વેન્ટિલર હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલને મળી જશે. આ ઉપરાંત ઓક્સિજન પ્લાન સ્થાપવામાં અંદાજે 6 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. પ્લાન્ટ તૈયાર થતા રોજના 50 થી 60 જેટલા જમ્બો સિલિન્ડર ભરી શકાશે. આમ મંત્રીની ગ્રાન્ટમાંથી અમરેલી જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.