Abtak Media Google News

બોલબાલા ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં રાજકોટમાં રસ્તામાં ટ્રાફીક નિયમનની સમસ્યામાં સેવા આપતા ટ્રાફીક બ્રીગેડો, ટ્રાફીક પોલીસો, હોમગાર્ડના  ભાઇઓ તેમજ સેવાર્થીઓ માટે બોલબાલા ટ્રસ્ટના સ્વયસેવકો સ્ટાફ બહેનો દ્વારા તમામ પોઇન્ટ પર જઇ રુબરુ અને પીવાના  પાણીની વ્યવસ્થા એક દિવસ શરબતની વ્યવસ્થા કોઇ દિવસ છાશની વ્યવસ્થા તેમજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને તેની જગ્યા પર જઇને માન ભેર પોલીસ કર્મી જે સેવા આપી રહ્યા છે આ ગરમીમાં ચકકર ન આવીને સમયસર એનજી મળી રહે તેવા શુભ હેતુથી સેવા કાર્ય કરવામાં આવ્યું છે.બોલબાલા ના સ્થાપના પર્વ નિમીતે એક મહિના સુધી સતત સુધી નિત્ય બધી જગ્યાએ પાણી શરબત ની વ્યવસ્થા અને એનજી ડીંડ રોજ કાંઇને કંઇ વિતરણ કરવામાં આવશે.

Advertisement

આ કાર્યનો બોલબાલા ટ્રસ્ટ નો પ્રારંભ કરતા સમયે બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉ૫ાઘ્યાય, ટ્રાફીક પોલીસ અધિકારી બી.કે.જાડેજા ટ્રાફીક બ્રિગેડ દર્શન ભાવસાર, બોલબાલા ટ્રસ્ટના સીનીયર સીટીઝનો બોલબાલા ટ્રસ્ટના કર્મનિષ્ઠ સ્ટાફુ ભર ગરમીમાં આ સેવા પહોચાડી હતી. જેઓ જોડાવા ઇચ્છતા હોય તેઓ બોલબાલા ટ્રસ્ટ મીલપરા ખાતે અથવા મો. ૯૩૭૪૧૦૩૫૨૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.