રોક શકો તો રોક લો : યુનિવર્સિટી ની પરીક્ષા માં સતત વધતાં જતાં કોપિકેસ

saurashtra univercity | rajkot
saurashtra univercity | rajkot

સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા દરમિયાન ચોરીનો સીલસીલો યાવત સૌરાષ્ટ્રભરની સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાંથી પકડાય છે દરરોજ પરીક્ષા ચોરી

એ-ગ્રેડ સૌ.યુનિ.ની પરીક્ષાઓમાં ચોરીનો સીલસીલો યાવત રહ્યો છે. પ્રમ તબકકાની પરીક્ષામાં સતત બીજા દિવસે ૩૬ કોપી કેસ નોંધાયા છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતિ આચરનારાઓએ યુનિવર્સિટીને ‘રોક શકો તો રોક લો’નો પડકાર ફેંકયો હોય તેવી પરિસ્િિત નિર્માણ પામી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ યુનિવર્સિટીની પ્રમ તબકકાની પરીક્ષાઓ લેવાઈ રહી છે. બીએ., બી.કોમ, બીસીએ, બીબીએ, બીએસસી સહિતના જુદા જુદા કોર્ષની પરીક્ષાઓમાં અંદાજીત ૬૯ હજારી વધુ વિર્દ્યાીઓ સૌરાષ્ટ્રભરમાં પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે પ્રમ દિવસે ૭૧ કોપી કેસ પકડાયા બાદ સતત બીજા દિવસે કોપી કેસનો સીલસીલો યાવત રહેતા ૩૬ કેસ યુનિવર્સિટીના ચોપડે નોંધાયા છે.

ગઈકાલે નોંધાયેલા ૩૬ કોપી કેસમાં જૂનાગઢમાં એલએલબી સેમ-૪ અને સેમ-૬માં ત્રણ કોપી કેસ અમરેલીમાં બીકોમ, બીએ, ૧૯ કોપી કેસ ગીરગઢડામાં બીકોમ, બીએ-૬માં ૧, રાજુલામાં બીકોમ બીએ-૬માં ૪, નાધેડીમાં ૧, મેંદરડામાં ૪ અને સુરેન્દ્રનગરમાં ૪ કોપી કેસ સહિત કુલ ૩૬ કોપી કેસ બીજે દિવસે પણ નોંધાયા હતા.

છેલ્લા ઘણા સમયી યુનિ.ની પરીક્ષામાં ચોરીના બનાવ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. તંત્રના લાખ પ્રયત્ન છતાં પરીક્ષા દરમિયાન ચોરી અટકતી ની. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરા અને સંવેદનશીલ કેન્દ્રો ઉપર ચેકિંગ સ્કવોડ પણ રાખી હોવા છતાં દરરોજ ઢગલાબંધ કોપી કેસના કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે યુનિ. તંત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણ મામલે કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી જ‚રીયાત અનિવાર્ય બની છે.

પ્રમ તબકકાની પરીક્ષા શ‚ યાની સો જ યુનિ.માં મોનીટરીંગ ‚રૂમ પણ શરૂ  કરાયો છે જ્યાં ખુદ કુલપતિ સૌરાષ્ટ્રભરમાં લેવાતી પરીક્ષાનું સીસીટીવી કેમેરા મારફત મોનીટરીંગ કરી રહ્યાં છે. તેમ છતાં યુનિવર્સિટી તંત્ર પરીક્ષા દરમિયાન ચોરીનું દુષણ અટકાવવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું સાબીત યું છે. પરીક્ષાના પ્રમ દિવસે ૭૧ જેટલા કોપીકેસ નોંધાયા બાદ બીજે દિવસે પણ આ સીલસીલો યાવત રહેતા ૩૬ કોપીકેસ નોંધાયા છે.