Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૩૧ હજારથી વધુ યુવાનોને સ્વામી વિવેકાનંદ જયંતિ, રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રેરણા આપી

યુનિવર્સિટીના ન્યુ ટ્રાન્ઝીસ્ટ હાઉસ અને સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ માટે નિર્માણ પામેલ ઈ-લાઈબ્રેરીનું લોકાર્પણ અને ઓપન એર થિયેટરનું ખાતમુહૂર્ત કરાયું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૩૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ  પરથી સંબોધતા જણાવ્યું હતું કે યુવાઓના સામર્થ્ય થકી નયા ભારતનું નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ અભિયાનમાં આત્મનિર્ભર ગુજરાત અગ્રેસર રહેશે અને તેના કેન્દ્રમાં ગુજરાતના યુવાઓની નવી ચેતના નવી ઊર્જા અને સાહસિકતા હશે.

સ્વામી વિવેકાનંદને પશ્ચિમને ભારતની વિરાટ સંસ્કૃતિના દર્શન કરાવવાની પ્રેરણા સૌરાષ્ટ્રમાંથી મળી હતી એવું સગૌરવ જણાવતા મુખ્યમંત્રીએ યુવાઓને  સ્કીલ ડેવલોપમેન્ટ અને નવી ટેક્નોલોજીનો સમન્વય કરી સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને દેશના યુવાધનનાસહારે ભારત વિશ્વની મહાસત્તા બને અને તેમાં ગુજરાતના યુવાનોની ભૂમિકા અગ્રેસર રહે તેવુ આહવાન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના મુજબના નયા ભારતના નિર્માણમાં લાગી જવા  સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી. ગુજરાતના યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બને તે માટે રાજ્ય સરકારે યુવાનોમાં ઔદ્યોગિક સાહસિકતાનું નિર્માણ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેની વિગતો આપીને મુખ્યમંત્રીએ મીઠાની નિકાસ, સોલાર એનર્જી, ઓટો મોબાઇલ, ફાર્મા  સેકટર, રોજગારી, ખેતી ક્ષેત્રે વિકાસ, મેડિકલ ટુરિઝમ અને નવી સિદ્ધિઓમાં યુવા સાહસિકો અને યુવા વૈજ્ઞાનિકો સિદ્ધિઓને બિરદાવી હતી. કોરોનાની વેક્સિના નિર્માણમાં ભારતને વૈશ્વિક સિધ્ધી બદલ યુવા સંશોધકોને અભીનંદન આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વધુ નવી સિધ્ધીઓ હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

50

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં રૂ.૧૪.૨૫ કરોડ ના વિકાસના નવા કામોની ભેટ આપી હતી જેમાંસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે અંદાજીત રૂપિયા ૪ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ આધુનિક ન્યુ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ તથા કેમ્પસમાં આવેલી સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધા મળી રહેતે માટે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ દાદાની ચેર દ્વારા લાયબ્રેરીનું ઈ-લોકાર્પણ કર્યું હતું. રૂ.૬ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન લાયબ્રેરીનું અને રૂ.૩ કરોડના ખર્ચે તૈયાર થનાર અધતન સ્પોર્ટસ હોસ્ટેલ તથા ૧.૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થિયેટરનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. વિજયભાઈ દેસાાણીએ કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્રીય યુવા દિવસની સૌને શુભેચ્છા આપીને શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ યુનિ.ના નવા પ્રોજેક્ટોની રૂપરેખા આપી હતી. કેમ્પસમાં સ્વામી વિવેકનંદની પ્રતિમાને મહાનુભાવોએ પુષ્પહાર કર્યા હતા. કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનારજીસ્ટ્રાર ડો. જતીન સોનીએ આભારવિધી કરી હતી. આ પ્રસંગે સિન્ડીકેટ  સભ્ય મેહુલ રૂપાણી તેમજ વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહયા હતા.

સ્કિલ ભવન, ટીચર્સ ટ્રેનિંગ સેન્ટર અને લેંગ્વેજ લેબ શરૂ કરવા પીવીસીની સરકાર સમક્ષ માંગ

52

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઇન સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.દેસાણીએ સરકાર સમક્ષ ૩ માંગ કરી હતી. જેમાં યુનિવર્સિટીમાં સ્કિલ ભવન શરૂ થાય આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ અંગે ટ્રેનિંગ આપવા માટે ટીચર્સ ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ અને યુનિવર્સિટીમાં જ અલગ-અલગ ૧૦ ભાષા શીખવવા માટે અદ્યતન લેંગ્વેજ લેબનું નિર્માણ કરવા માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.