Abtak Media Google News

થાનની યુવતી અને ચોટીલાના પીયાવાના યુવક મોબાઇલમાં વીડિયોકોલીંગમાં વાત કરી સજોડે જીવન ટૂંકાવવાનો એક બીજાને કોલ આપ્યો

ચોટીલા પંથકના થાનની યુવતી અને પીયાવાના યુવકની બે વર્ષ પહેલાં સગાઇ થયા બાદ કોઇને કોઇ કારણસર લગ્નમાં વિલંબ થતો હોવાથી ગઇકાલે બંનેએ મોબાઇલમાં વીડિયોકોલીંગ વાત કરી સજોડે જીવન ટૂંકાવવા યુવતીએ થાનમાં ગળાફાંસો ખાઇ લીધો હતો અને યુવકે પીયાવા ગામે ઝેરી દવા પી લેતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને યુવકને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાન રહેતી ભાનુબેન ભીમાભાઇ સાબડીયા નામની ૨૨ વર્ષની કોળી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

પોલીસ તપાસ દરમિયાન મૃતક ભાનુબેન સાબડીયાની બે વર્ષ પહેલાં જ્ઞાતિના રિવાજ મુજબ ચોટીલા તાલુકાના પીયાવા ગામના સુરેશ ચોથાભાઇ જમોડ નામના ૨૨ વર્ષના કોળી યુવક સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ લગ્નમાં કોઇને કોઇ કારણોસર વિલંબ થતો હોવાના કારણે આપઘાત કર્યાનું બહાર આવ્યું છે.

7537D2F3 3

ગઇકાલે ભાનુબેન પોતાના મંગેતર સુરેશ જમોડ સાથે મોબાઇલમાં વીડિયોકોલીંગ અંગેની વાતચીત કરતા હતા ત્યારે લગ્નમાં થતા વિલંબના કારણે સજોડે આપઘાત કરવાનો નિર્ણય કર્યા બાદ ભાનુબેન સાબડીયાએ પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો જ્યારે સુરેશ જમોડે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ભાનુબેન સાબડીયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.

જ્યારે સુરેશ જમોડને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.