Abtak Media Google News
  • સૂર્ય ઘર યોજનાને કેબીનેટની મંજૂરી:  2 કિલોવોટ સોલર સિસ્ટમ માટે 60% અને 2થી 3 કિલોવોટ માટે 40% સહાય અપાશે: દરેક જિલ્લામાં સોલાર વિલેજ સ્થપાશે

National News : કેબિનેટે સૂર્યઘર યોજના હેઠળ 75 હજાર કરોડના ખર્ચને મંજૂરી આપી દીધી છે. આ સાથે દરેક જિલ્લામાં સોલાર વિલેજ સ્થાપવાને પણ મંજૂરીની મહોર મારી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Modi Yojna

સરકારે વડાપ્રધાન મોદી દ્વારા 13 ફેબ્રુઆરીએ જાહેર કરે પીએમ-સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં મદદ કરવા માટે રૂ. 75,021 કરોડના ખર્ચને મંજૂરી આપી હતી.  આ યોજના હેઠળ દર મહિને 300 યુનિટ મફત મળવાની છે.  કેબિનેટે 2 કિલોવોટ સોલર સિસ્ટમના ખર્ચના 60% અને 2થી 3 કિલોવોટ ક્ષમતાના એકમો માટે વધારાના સિસ્ટમ ખર્ચના 40% નાણાકીય સહાયને મંજૂરી આપી છે.

પીએમ-સૂર્ય ઘર યોજના

એક સરકારી નિવેદન અનુસાર, વર્તમાન બેન્ચમાર્ક દરો પર આ 1 કિલોવોટ સિસ્ટમ માટે રૂ. 30,000ની સબસિડી,  2 કીલોવોટ સિસ્ટમ માટે રૂ. 60,000 અને 3 કીલોવોટ સિસ્ટમ માટે રૂ. 78,000ની સબસિડીમાં અનુવાદ કરશે. 3 કીલોવોટ સુધીની રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે પરિવારો ઓછા વ્યાજ દરે (7%) કોલેટરલ ફ્રી લોન મેળવી શકશે.  3 કીલોવોટ કરતાં વધુ ક્ષમતા ધરાવતી સિસ્ટમોને કોઈ સહાય આપવામાં આવશે નહીં.  મંત્રીમંડળે એવું પણ નક્કી કર્યું કે ગ્રામીણ વિસ્તારોમાં રૂફટોપ સોલાર અપનાવવા માટે એક રોલ મોડલ તરીકે કામ કરવા દરેક જિલ્લામાં ’સોલાર વિલેજ’ સ્થાપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.