Abtak Media Google News

મુંજકાની સરકારી શાળાની વિદ્યાર્થીનિએ રૂ.48000ની શિષ્યવૃત્તિ મેળવી પરિક્ષામાં ધો.6ની ચાર્મિ સમગ્ર રાજકોટમાં ચોથા ક્રમે

શાળાના શિક્ષકોએ શાળા સમય સિવાય સતત ત્રણ માસ સુધી દરરોજ બે કલાક બાળકોને કરાવેલી તૈયારી રંગ લાવી

વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે તે હેતુથી મુંજકામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા સંચાલિતશ્રી મુંજકા શાળા નં.2 પ્રાથમિક શાળાના આચાર્ય  તેમજ શિક્ષકો દ્વારા સરકારી શાળામાં અપાતા ઉત્તમ પ્રાથમિક શિક્ષણ બાબતે માર્ગદર્શન આપવા માટે મુંજકા ગામની અલગ અલગ  સોસાયટીઓમાં કેમ્પ યોજાયા હતા.

Screenshot 1 9

આ શાળાના આચાર્યશ્રી એમ.એચ.સુધાગુનિયાએ જણાવ્યા અનુસાર, આ શાળા ના ધો. 6 ના 5 વિદ્યાર્થીઓએ  (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) તેમજ ધોરણ 8 ના પાંચ વિદ્યાર્થીઓએ (નેશનલ મિન્સ કમ મેરિટ) પરીક્ષા આપી હતી. જેમાં NMMSમાં  ધોરણ છની વિદ્યાર્થીની નંદિની અને ચારમી મુંડિયા તેમજ ધોરણ- 8 ની વિદ્યાર્થીની પિનલ પ્રતાપભાઈ રાઠવા પાસ થયા છે. જયારે પિનલે મેરીટમાં સ્થાન મેળવતાં તેને કેન્દ્ર સરકારની કુલ રૂ. 48000ની શિષ્યવૃત્તિ મળશે. પિનલને આ રૂ. 48000ની સહાય ધો. 9 થી ધો વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન મળે અને શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે ભારત સરકાર દ્વારા આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં આ જ શાળાની નયના અને ચાર્મી મુંડિયા પાસ થયા હતા. ધો.6 ની પરીક્ષા સરકારી શાળા ઉપરાંત ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ પણ આપી હતી. જેમાં રાજકોટમાં શ્રી મુંજકા -2  પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સમગ્ર રાજકોટમાં ચોથા  ક્રમે આવી હતી. તેને રાજય સરકાર દ્વારા રૂ. એક હજાર પ્રોત્સાહન રૂપે મળ્યા હતા

મુજકા-2 સરકારી પ્રાથમિક શાળાનું ઝળહળતું પરિણામ ફરી એક વખત સાબિત કરે છે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ સામે જરા પણ ઉણા ઉતરે એમ નથી. અત્રે નોંધનીય છે કે શ્રી મુજકા – 2 પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના  શાસનાધિકારી શ્રી કીરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શાળા સમય સિવાય દરરોજ બે કલાક સતત ત્રણ માસ સુધી બાળકોને આ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે તૈયારી કરાવવામાં આવી હતી.

આ સરકારી પ્રાથમિક શાળામાં ક્વોલિફાઇડ શિક્ષકો દ્વારા ધો. 01 થી 08 ના વર્ગોમાં ઉત્તમ શિક્ષણની સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં જિલ્લા અને રાજ્ય કક્ષાની પરીક્ષાાઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેના લીધે છાત્રો વિવિધ પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ લાવતા થયા છે. આ શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, પ્રયોગશાળા, રમત ગમતના સાધનો, વિશાળ મેદાન વગેરેની સુવિધાઓ  ઉપલબ્ધ છે. અહીંના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પણ તૈયારી કરાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.