Abtak Media Google News

મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ, ખારચીયા રોડ, મોટી પાનેલી, ઉપલેટા દ્વારા ફકતને ફકત નીરાધાર રસ્તે રખડતા કે જેમનું કોઈ ના હોય તેવા બળદ/ગાયો વાછરડાને નિભાવવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે માનવજીવનને મદદરૂપ થવા માટે બળદનું વિશેષ મહત્વ રહેલું છે. આ ભાવાર્થને સાર્થક કરતા આ ટ્રસ્ટ દ્વારા બળદોનો ખાસ નિભાવ કરવામાં આવી રહ્યો છે. હાલ અહીંયા ૧૩૫ બળદ, ૯ ગાય અને ૮ વાછરડા છે. આ સંસ્થા દ્વારા આ અબોલ જીવોને બે ટાઈમ નીરણ ભરપુર માત્રામાં નાખવામાં આવે છે અને કોઈપણ પશુ બિમાર હોય તો તેને તત્કાલીન સારવાર આપવામાં આવે છે અને સંસ્થામાં નિયમિત સાફ સફાઈ માટે પાંચ માણસો કાયમી સાફ સફાઈ અને નિરણ નાખવાનું કામ કરતા હોય છે. આ ટ્રસ્ટ પાસે કોઈ માલિકીની જગ્યા નથી આ માટે જો કોઈ દાતા દ્વારા ભૂમી દાન થાય તો વધારેમાં વધારે નીરાધાર રસ્તે રખડતા પશુઓ સાચવી શકાય. ટ્રસ્ટનાં વિમલ વાછાણી (મો.૯૭૨૭૮ ૬૪૬૫૦), જયદિપ લાલકીયા, જતીન ભાલોડીયા, પ્રદિપ ચોટાઈ, જનક ધીંગાણી, સંદીપ ઘેટીયા, મહેશ ભાલાણી, ભુપત દેત્રોજા તથા જયરાજ કાલરીયા દ્વારા અનુદાન માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.