પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પદે પ્રશાંત કોરાટની વરણીને આવકારતુ ઉપલેટા ભાજપ

દાયકા બાદ સૌરાષ્ટ્રને સ્થાન મળ્યું: કોરાટની વરણીથી સૌરાષ્ટ્રના અસંખ્ય યુવાનો ભાજપની વિચાર ધારા સાથે જોડાશે

દાયકાઓ બાદ પ્રદેશ યુવા ભાજપના પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પદે સૌરાષ્ટ્રના યુવા નેતા અને પૂર્વ મંત્રી કોરાટ દંપતીના પુત્ર પ્રશાંત કોરાટની વરણી થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં આનંદ વ્યાપી ગયો છે. આ વરણીને ઉપલેટા શહેર તાલુકાએ આવકારી શુભેચ્છા પાઠવી છે.

પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ, મહામંત્રી ભિખુભાઇ દલસાણીયા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત ઉચ્ચનેતાઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમીતશાહ, સહિતના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી ગઇ કાલે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ તરીકો સૌરાષ્ટ્ર યુવા વર્ગ ઉપર પકડ ધરાવતા પ્રશાંત કોરાટની વરણી કરતા સમગ્ર સૌરાષ્ટ્ર માંથી વ્યાપાક આવકાર મળી રહ્યો છે. એક સમયના ગુજરાત ભાજપ સરકારના બળુકા રાજયમંત્રી સ્વ. સવજીભાઇ અને પૂર્વમંત્રી જસુબેન કોરાટના પુત્ર પ્રશાંત કોરાટની વરણીથી સમગ્ર સૌરાષ્ટ્ર યુવા વર્ગમાં ભાજપ માટે એક આશાનું કિરણ બની રહશે. આવનાર સમયમા સૌરાષ્ટ્રના યુવાનો ભાજપની વિચારધારા સાથે જોડાઇને પ્રશાંત કોરાટ મજબુત મનોબળ પુર પાડશે. એકાદ દાયકા બાદ પ્રદેશ યુવા મોરચામાં સૌરાષ્ટ્રમાં દબદબો પ્રશાંત કોરાટની વરણી બાદ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉન રાજકોટ વિસ્તાર માંથી જ પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પદે નિયુકત થતા સમગ્ર ભાજપ પરિવારમાં આનંદ વ્યાપી ગયો છે.

પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પદે પ્રશાંત કોરાટની વરણી થતા ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ રમણીકભાઇ ઠુમર પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઇ માકડિયા, નગરપતી મયુરભાઇ સુવા, યાર્ડના પ્રમુખ માઘવજીભાઇ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ નગરપતી દાનભાઇ ચંદ્રવાડિયા આર.ડી. બેન્કના ડિરેકટર હરીભાઇ ઠુંમર, સંઘના પ્રમુખ વલ્લભાઇ સખીયા શિક્ષણ સમિતિના ચેરમેન નિઠુલભાઇ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજાભાઇ સુવા, પૂર્વ નગરપતી રણુભા જાડેજા, ગોવિંદભાઇ બારૈયા, પુથ્વીસિંહ ચુડાસમા, જિજ્ઞેશભાઇ ડેર, નગર સેવકો જયેશભાઇ ત્રિવેદી, હરસુખભાઇ સોજીત્રા, મનોજભાઇ નંદાણીયા, ભાયાભાઇ વસરા, અજયભાઇ જાગાણી, કિષ્નાબેન લાડાણી, જગદીશભાઇ કપુપરા, જીજ્ઞેશભાઇ વ્યાસ, શૈલેશભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, રાજ વાઢેર, કિશનભાઇ વસોયા, નિતિશ વ્યાસ, હસમુખભાઇ રાજપરા સહિત વિવિધ મંડળ મોરચાના આગેવાનોએ આ વરણીને આવકારી શુભેચ્છા પાઠવી હતી.