Abtak Media Google News

મુસ્લીમનગર સેવકે સ્વખર્ચ શહેરની શાનમાં વધારો કર્યો

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા

સમગ્ર રાષ્ટ્રમાં  75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર  કા ત્રિરંગા અભિયાનમાં શહેરના મુસ્લીમ નગરસેવક અને સામાજીક  કાર્યકર દ્વારા ગોંડલ સ્ટેટ દ્વારા બંધાવેલ  મોજ નદીની રોનક સમાન ધોરાજી દરવાજાને સંપૂર્ણ કલલથી ત્રિરંગા કલરથી પોતાના સ્વ ખર્ચે શણગારતા સમગ્ર રાજયમાં દેશભકિતનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડયું છે. દરવાજા ઉપર મોટો રાષ્ટ્ર ધ્વજ શહેરમાં પ્રથમ નાગરીકના હસ્તે લહેરાવી સમગ્ર શહેરમાં કોમી એકતાનું વાતાવરણ  ઉભુ કર્યું છે.

Photogrid 1659897950666

શહેરના સેવાભાવી વોર્ડ નં.9ના નગર સેવક રજાકભાઈ હિંગોરા, રિયાજભાઈ હિંગોરા પરિવારની નશે નશમાં દેશભકિત  તીરંગા પ્રમુખ  અમીન બાદશાહ ફકીર જમાતના  પ્રમુખ મામદશાહ શેખ જમાતના પ્રમુખ જમાલશા, મેમણ યુવા અગ્રણી અનીશભાઈ ચણા, સલીમ રાઠોડ, મકબુલ મુલ્લા યાકુબ હબીબ કટારીયા સહિત મુસ્લીમ  આગેવાનો વેપારીઓ સામાજીક સંસ્થાના આગેવાનો હાજર રહેલા હતા.

300 કરતા વધારે ઘરોમાં સ્વખર્ચે 24 કલાક વિનામૂલ્યે પાણી વિતરણ

વોર્ડ નં.9ના નગર સેવક દ્વારા હર ઘર કા ત્રિરંગા અભિયાનની જેમ હર ઘર  કા પાણીના નળ અંતર્ગત અત્યાર સુધીમાં વોર્ડ નં.9માં 300 કરતા વધારે ઘરોમાં પોતાના સ્વ ખર્ચે 24 કલાક પાણી વિનામૂલ્યે અપાઈ રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.