Abtak Media Google News

ગેરકાયદેસર ખનીજ ભરેલી ત્રણ ટ્રક સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા

ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી અને ગરીબોનું રાશનનો કાળો કારોબાર ખૂલ્લે આમ ચાલી રહ્યો છે. આવા શખ્સોની શાન ઠેકાણે લાવવા નવ નિયુક્ત મામલતદાર ધનવાણીએ કમરકશી આવા શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

ઉપલેટા પંથકમાં મોજ, વેણું અને ભાદર નદી ખનીજ ચોરો માટે સ્વર્ગ ગણાય છે. આ વિસ્તારના નાગવદર, મેખાટીંબી, નિલાખા, ઇશરા, ગણોદ, ગઢાળા, મોજીરા, લાઠ, કુઢેચ, ગધેથર સહિતના ગામો વિસ્તારમાં નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી સરકારી ખરાબાની જગ્યામાં સટ્ટાઓ બનાવી વર્ષ કરોડો રૂપિયાના કમાણી ભૂમાફીયાઓ કરી રહ્યા છે. આવા ખનીજ ચોરો ઉપર ઉપલેટાના નવનિયુક્ત મામલતદાર મહેશ ધનવાણીએ ધોસ બોલાવતા 13 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેતા ભૂમાફીયામાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Photogrid 1662351403575

ગઇકાલે ઉપલેટા મોજ નદીના પુલ ઉપરથી પસાર થઇ રહેલા જીજે-09-ઝેડ.1158 અને જીજેઓ એટી-4007 અટકાવી તલાશી લેતા તેમાં રોયલ્ટી પાસ પરમીટ વગર રેતી ભરેલી હોય તેને કબ્જે લઇ કુલ 9 લાખ 60ના મુદ્ામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ટ્રકને ગેરકાયદેસર રેતી ભરેલી હાથલમાં ઝડપી લઇ ત્રણ લાખ 50 હજારના મુદ્ામાલ સાથે પોલીસને સોંપી આપ્યો હતો.

જ્યારે આજે વહેલી સવારે ગરીબોના અનાજ બારોબાર ધકેલાઇ રહ્યું હોય તેવી બાતમીને આધારે ડુમીયાણી ટોલપ્લાઝા પાસે 93 હજાર મુદ્દામાલ સાથે 40 કટા ઘઉંના પકડી પાડી કલેક્ટરને ધગધગતો રિપોર્ટ કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.