Abtak Media Google News

ઉપલેટા વિસ્તારના જીલ્લા બેંકના ડિરેકટર તરીકે હરીભાઇ ઠુંમર બીજી વખત બિનહરીફ ચૂંટાયા છે.

જીલ્લા બુંકના ડિરેકટર તરીકે ઉપલેટા તાલુકાના પ્રતિનિધિ તરીકે એક માત્ર હરીભાઇ ઠુમર ઉમેદવાર પત્ર જીલ્લા બેઠકના ચેરમેન અને રાજયમંત્રી જયેશભાઇ રાદડીયા સમક્ષ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરાયું હતું.

ગત ચુંટણીની જેમ આ વખતે પણ ઉપલેટા તાલુકાના એક માત્ર પ્રતિનિધિનું ફોર્મ રજુ થતા ગઇકાલે અંતિમ દિવસે જીલ્લા બેંકના ડિરેકટર તરીકે બીજી વખત હરીભાઇ ઠુમર બીન હરીફ વિજેતા જાહેર થયા હતા. હરિભાઇ ઠુમર હાલમાં ઉપલેટા સેવા સહકારી મંડળીના પ્રમુખ, ખેડુત દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પીપલ્સ કો. ઓપરેટીવ શરાફી સહકારી મંડળીના ડિરેકટર સહીત વિવિધ સામાજીક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ત્યારે તાલુકાભરના સહકારી આગેવાનો ઉપરાંત સાંસદ રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, પ્રવિણભાઇ માકડીયા, નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, તાલુકા સંઘના પ્રમુખ વલ્લભાઇ સખીયા, યાર્ડના પ્રમુખ માધવજીભાઇ પટેલ ઉપપ્રમુખ રાજાભાઇ સુવા, દુધ મંડળના પ્રમુખો દિપકભાઇ સુવા, કમલેશભાઇ ચંદ્રવાડીયા, યાર્ડના ડિરેકટરો રમણીકભાઇ સુતરિયા, પરેશભાઇ, નિકુલભાઇ ચંદ્રવાડીયા, ભાજપના આગેવાનો રમણીકભાઇ ઠુમર, સંજયભાઇ માકડીયા, જયેશભાઇ ત્રિવેદી, હરસુખભાઇ સોજીત્રા, ધવલભાઇ માંકડીયા, રાકેશભાઇ કપુપરા, મયુર સુવા, મનોજભાઇ નંદાણીયા વગેરેએ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.