Abtak Media Google News

શનિવારે વિદ્યાર્થી સન્માન, રવિવારે નિત્ય ધજા પૂજન કરાશે

ઉપલેટા કડવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈ-બહેનો માટે આઠ દિવસ માટે ઉમા નવરાત્રી મહોત્સવનો ભવ્યથી ભવ્ય રીતે સપ્તપદી પાર્ટી પ્લોટમાં સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં પ્રારંભ થયો હતો.

કડવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા સ્નેહ અને સોનેરી શણગાર લાવે નવરાત્રી દિલના દ્વારેથી મનના મોરલયેથી નવરાત્રીને વધાવવા ૭૫ હજારની સાઉન્ડ સીસ્ટમ સાથે નિશાદ ચાંગેલા ઓરકેસ્ટ્રા પ્રસ્તુતના સવારે શહેરના કોલકી રોડ ઉપર આવેલ સપ્તપદી પાર્ટી પ્લોટમાં પ્રથમ નોરતે માતાજીની મહાઆરતી અનમોલ ગ્રુપ, ઓસ્કાર ગ્રુપ તેમજ  સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે ભવ્યાતી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ આઠ દિવસના ઉમા નવરાત્રી રાસોત્સવ દરમિયાન માં ઉમિયાના સાનિધ્યમાં તા.૫ને શનિવારે તેજસ્વી વિદ્યાર્થી ઓને ઈનામ વિતરણ તા.૬ને રવિવારે વિવિધ સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં નિત્ય ધજા પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પૂજન થયેલ ધજા સિદસર માં ઉમિયાને ચડાવવામાં આવશે. આ ઉમા નવરાત્રી મહોત્સવને સરળ બનાવવા રાજ કાસુન્દ્રા, વિપુલ અમૃતિયા, કેતન ડેડાણીયા, જીજ્ઞેશ કંટારીયા, વિજય કનેરીયા, રવિ માકડિયા, હરેશ દેત્રોજા સહિત  યુવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે. આ નવરાત્રી મહોત્સવ માત્ર કડવા પટેલ સમાજ માટે આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.