Abtak Media Google News

લેઉવા પટેલ, કડવા પટેલ, ક્ષત્રીય, બ્રહ્મ, દલીત, ચેમ્બર, પત્રકાર સંઘ, નગરપાલિકા સહિત સંસ્થાઓ કામગીરીને બિરદાવી મોમેન્ટો અર્પણ કરાયા:  સરકારને સવા ત્રણ કરોડની આવક કરી તીજોરી છલકાવી દીધી

ઉપલેટાના લોકો હ્રદયે વસેલા મામલતદારની નાયબ કલેકટરના પ્રમોશન સાથે ધારી પ્રાંત અધિકારી તરીકે બદલી થતા ગ્રાહક સુરક્ષા મંડળ સહિત ર1 જુદી જુદી સંસ્થાઓ દ્વારા શહેર તાલુકામાં મામલતદાર તરીકેની કામગીરીને બિરદાવી વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.

શહેરના સમસ્ત બ્રહ્મસમાજ ભવનમાં મામલતદાર ગોવિંદજી મહાવદિયાના પ્રમોશન સાથે ધારી બદલી થતાં તેમની કામગીરીને બિરદાવવા અને સન્માનીત કરવા ગ્રાહક સુરક્ષા મંડળની આગેવાની નીચે ર1 સંસ્થાઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રાની અઘ્યક્ષ સ્થાનેથી મામલતદાર ગોવિંદજી મહાવદીયાનું ગરિમા પૂવક સન્માન કરવામાં આવ્યું હતું સાથે નવનિયુકત મામલતદાર મહેશ ધનવાણીને આવકાર સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઇ રાણપરીયા, મંત્રી દિનેશભાઇ સોજીત્રા, સૂર્યાદય પેરોલિયમવાળા દિનેશભાઇ ડેર, લેઉવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઇ સોજીત્રા, આર.ડી.સી. બેન્કના ડીરેકટર હરિભાઇ ઠુંમર કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, ક્ષત્રીય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, ચંદ્રપાલસિંહ જાડેજા, લાઠ ગ્રામ પંચાયતના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમા, તાલુકા સંઘના પ્રમુખ ધીરુભાઇ પાદરીયા, ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ શેઠ, લોહાણા સમાજના જગદીશભાઇ ગણાત્રા, નિલુભાઇ ગોઢીયા, પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાન્તભાઇ ચોટાઇ, બ્રહ્મસમાજ ના પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ, નગરપાલિકા ના પ્રમુખ મયુરભાઇ સુવા, કારોબારી સમીતીના ચેરમેન જેન્તીભાઇ ગજેરા, સ્વતિક

બિલ્ડર્સના ધરણોનભાઇ સુવા, મજબુતભાઇ હુબલ, અર્જુન ક્ધટ્રકશનના દાનભાઇ ચંદ્રવાડીયા, પી.આઇ. કે.કે. જાડેજા, ચીફ ઓફીસર નિલમ ઘેટીયા જી.ઇ.બી.ના પાઘડાર, ચેમ્બરના પ્રમુખ વિનુભાઇ ઘેરવડા, ઉપપ્રમુખ દારુનભાઇ માલવીયા, મંત્રી અલ્પેશભાઇ વોરા, રમેશભાઇ પાનેરા, અનાજ એશો. જયેશભાઇ વસંત જગદીશભાઇ જોબનપુત્રા, મુકેશભાઇ કકકડ સરદાર પટેલ ફાઉનડેશનના હરસુખભાઇ સોજીત્રા, રમેશભાઇ વેકરીયા, મુસ્લીમ એકતા સમીતીના અબ્ઝલ બાપુ કાદરી રજાકભાઇ હિગોરા, બોદુભાઇ શેખ, એનીમલ હોસ્ટેલના પિયુષભાઇ મકાડીયા, જયેશભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ જેનાણી વિકા મીલવાળા હસુભાઇ પટેલ, નગર સેવકો મનોજભાઇ નંદાણીયા, અજયભાઇ જાગાણી, શહેર ભાજપા પ્રમુખ કીરીટભાઇ પાદરીયા, મહામંત્રી જીજ્ઞેશભાઇ ડેર, તાલુકા ભાજપના પ્રમુખ રમણીકભાઇ લાડાણી, શિક્ષણ વિદ રાજેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ ભરાડ, પ્રો. જેન્તીલાલ ડોબરીયા, બાર એસો.ના પ્રમુખ રમણીકભાઇ સુતરીયા, લલીતભાઇ પાદરીયા, નગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, રવિભાઇ માકડીયા, કે.ડી. સિણોજીયા, મહેન્દ્રસિંહ જાડેજા,  વિક્રમસિંહ સોલંકી, લલીતભાઇ વોરા, સસ્તા અનાજના વી.ડી. ગજેરા, વિજય પંડયા, ભાવિન સોજીત્રા, રવિ બગડા, મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રામભાઇ કંડોરીયા, પુરવઠા વિભાગના સનતભાઇ પટેલ, તલાટી કમ મંત્રી કરંગીયાભાઇ, સોલંકીભાઇ, શબીરભાઇ કુરેશી, દલીત સમાજના બાલુભાઇ સોડયા, કિશોરભાઇ રાઠોડ, ભીમજીભાઇ રાઠોડ, સહીત સમાજ શ્રેષ્ઠીઓ આગેવાનો હાજ રહ્યા હતા.

ત્રણ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં જમા કરાવ્યા

ઉપલેટામાં ખનીજ ચોરી મોટા પાયે થાય છે પણ મામલતદાર મહાવદીયા દ્વારા ભૂમાફીયાઓ ઉપર સતત ધોસ બોલાવવામાં સફળતા મળલી હતી તેમાં 63 વાહનો બે હિતાસી મશીન મળી કુલ 65 વાહનો સાથે 8 કરોડ 86 લાખ નો મુદામાલ કબ્જે કરેલ જેમાં વડેખણમાં બે કરોડ નવ લાખ તેમજ અન્ય પેન્ટલી મળી કુલ ત્રણ કરોડ રૂપિયાની આવક સરકારી તિજોરીમાં જમા કરાવી અત્યાર સુધીના રેકર્ડમાં આવડી મોટી તાલુકા કક્ષાએ પેન્લટી વસુલી હોય તેવા પ્રથમ ઉપલેટા તાલુકો ગણાય છે.

21 સંસ્થાઓ દ્વારા સન્માન

મામલતદાર ગોવિંદજી મહાવદિયાની સારી કામગીરીની કદર રૂપે ગ્રાહક સુરક્ષા મંડળ, લેઉવા પટેલ, કડવા પટેલ સમાજ, બ્રહ્મસમાજ, ક્ષત્રીય સમાજ, મુસ્લીમ સમાજ, દલીત સમાજ,  સરદાર પટેલ, ફાઉન્ડેશન નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી, એનીમલ હોસ્ટેલ, સ્વસ્તિક બિલ્ડર ગ્રુપ, અર્જુન ક્ધટ્રકશન ગ્રુપ, લાઠ ગ્રામ પંચાયત, ધમધર્સ ઇન્ટરનેશન સ્કુલ ગ્રુપ, ચેમ્બર ઓફ કોમર્સ અનાજ એશો.  સસ્તા અનાજ એશો. શહેર તાલુકા ભાજપ પરિવાર સહીત ર1 જેટલી સંસ્થાઓએ શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.