Abtak Media Google News

ભારત દેશમાં કાયદા ક્ષેત્રના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ અર્થે કુલ 22 જેટલી NLU – નેશનલ લો યુનિવર્સિટીઝ આવેલ છે. આ તમામ યુનિવર્સિટીઝ તેમજ નિરમા યુનિવર્સિટી-અમદાવાદ જેવી કેટલીક દેશની નામાંકિત સ્વતંત્ર યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે, પ્રત્યેક વિદ્યાર્થીએ રાષ્ટ્રીય સ્તરે લેવાતી CLAT – કોમન લો એડમિશન ટેસ્ટ નામની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. વર્તમાન વર્ષે આ પરીક્ષામાં દેશભરમાંથી કુલ 60,895 વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જે અંગે સમગ્ર ભારતના વિભિન્ન રાજયોના 131 પરીક્ષા કેન્દ્રો પર કુલ 56,472 વિદ્યાર્થીઓએ તા.19-06-2022ના રોજ આ પરીક્ષા આપેલ આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થોરીયાળી ગામના વતની અને અમદાવાદ સ્થાયી થયેલ એવા પાયાની કેળવણી ક્ષેત્રે કાર્યરત સુપ્રસિધ્ધ લોકભારતી-સણોસરા સંસ્થાના પૂર્વ-વિદ્યાર્થી અને ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદના નામાંકિત એડવોકેટ ડો. ડી.બી. દેસાઇના પુત્ર પૂર્વગ દેસાઇએ પોતાના અથાગ પરિશ્રમથી ઈકઅઝ-2022ની પરીક્ષા પાસ કરીને જવલંત સિધ્ધિ મેળવેલ છે. આ અગાઉ પણ તેમણે ઈકઅઝ-2021ના વર્ષની પરીક્ષા પણ પાસ કરેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વગ દેસાઇએ ગુજરાત રાજય હાયર સેક્ધડરી બોર્ડની ધોરણ-12-સાયન્સ (ઇંગ્લીશ મીડીયમ) પરીક્ષામાં 82 % તેમજ ગુજરાત સેક્ધડરી બોર્ડની ધોરણ-10 (ઇંગ્લીશ મીડીયમ)ની પરીક્ષામાં 90.33 % (99.38 પર્સન્ટાઇલ) સાથે પાસ કરેલ છે. રાષ્ટ્રમાં કાયદા ક્ષેત્રની અતિ પ્રતિષ્ઠિત પરીક્ષા એવી ઈકઅઝ-2022 પ્રથમ પ્રયત્ને જ પાસ કરીને પૂર્વગ દેસાઇએ પોતાના પરિવાર, સમાજ અને ગુજરાત રાજયનું પણ ગૌરવ વધારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.