Abtak Media Google News

ઉપલેટામાં મુસ્લીમ સમાજ દ્વારા મોહર્રમ પર્વની ઉજવણી માટે છેલ્લા એક માસ થયા તાજીયા બનાવવા માટે નાના મોટી ૩૦થી વધારે કમીટીના સભ્યો યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા હતા.

Advertisement

મુસ્લીમ સમાજમાં મોર્હરમના તહેવાર પોતાના પવિત્રના નવાસા ઈજરત મોહમ્મદ મુસ્તાફાના નવાસા ડઝરતે ઈમામ હુસૈન જે કરબલાના મેદાનમાં પોતાના પવિત્ર ભાઈઓ ભત્રીજાઓ ભાણેજા સહિત સચ્ચાઈ અને ઈન્સાનીયતની ખાતીર પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા તેમની યાદમાં ઉજવે છે. ત્યારે મોહરમ પર્વ અંતિમ ચરણામં હોય આજે બપોર બાદ શહેરમાં ૭૦ વર્ષથી વધારે સમયથી ધંધુશાપીરની માતમનો તાજીયો પળમાં આવ્યો હતો જયારે તરવરોડ ઉપર આશિક ખ્યામી કમેટી, ખાટકીવાડામાં જે.પી.જી. કમે દ્વારા બનાવામાં આવેલ તાજીયા પણ પળમાં આવ્યા છે. નાના મોટા ૭૦ થી વધારે તાજીયા પડમાં આવ્યા છે. આજે રાત્રે સરઘસની રાત્રીએ લોકો વિવિધ તાજીયાની ઈબાદત કરશે કાલે બપોર બાદ ભવ્ય જુલુસ નિકળશે સાંજે તાજીયા ઠંડા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.