Abtak Media Google News

જિલ્લા આરોગ્ય વિભાગના ડો. કયુ.એમ.ઓ. તેમજ ડો. પપ્યુસિંધની ઉપસ્થિતિમાં રસીકરણનો શુભારંભ

ઉપલેટા: કોરોનાને હરાવવા માટે શહેરના સીવીલ હોસ્પિટલ ખાતે સવારે ૧૦૧ કોરોના વોરિયસોને રસી આપવાનો પ્રારંભ જીલ્લા  આરોગ્ય વિભાગના ડો.કયુ.એમ.ઓ. ડો. પપ્પુસિંધની ઉ૫સ્થિતિમાં થયો હતો. પ્રથમ રસી શહેર સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. રામીબેન ચૌધરી તેમજ બ્લોક હેલ્થ ઓફીસર ડો. હેપી પટેલ, શહેર સીવીલ હોસ્પિટલનો સ્ટાફ, ખાનગી હોસ્૫િટલના નામાંકિત ડોકટરો તેમજ હોસ્પિટલના સ્ટાફને રસી અપાઇ હતી. કુલ ૧૦૧ કોરોના વોરિયર્સને રસી અપાયા બાદ તમામને ૩૦ મીનીટ માટે ઓબ્ઝવેશનમાં રાખવામાં આવ્યા હતા. તમામ કોરોના વોરિયર્સને ૧૦ કલાક બાદ પણ સુરક્ષીત છે કોઇ આડઅસર જોવા મળી નથી તેમ સીવીલ અધિક્ષક ડો. રામીબેન ચૌધરીએ જણાવેલ છે.

ફ્રી રસી મળતા કોઇને કદર નથી, પૈસાથી મળે તો લાઇન લાગે: ડો. જયોતિ કણસાગરા

Photogrid 1611067546081

સરકાર દ્વારા કોરોના ને મ્હાત આપવા જે રસી અપાઇ રહી છે તે ખરેખર આશીર્વાદ સમાન છે પણ અત્યારે કોરોના વોરિયર્સને ફ્રીમાં રસી આપવામાં આવે છે એટલે કોઇ કદર કરતું નથી જયારે આ રસી બજારમાં પૈસા આપી મળશે ત્યારે રસી લેવા લોકો લાઇનમાં ઉભા રહેશે. મારો લોકોને સંદેશો છે કે રસી અચૂક લેવી જોઇએ, આ રસીથી મને આઠ કલાક સુધી કોઇ આડઅસર થવા પામી નથી. રસી લીધા બાદ પણ પહેલા જેવી જ તંદુરસ્તી અને સ્ફૂર્તિ જોવા મળે છે. દેશમાંથી કોરોનાને સંપૂર્ણ દુર કરવો હશે તો દેશના તમામ નાગરીકોને રસી લેવી જોઇએ તેવું મારું માનવું છે.

જયારે તમારો વારો આવે ત્યારે અચુક રસી મૂકાવજો: ડો.પિયુષ કણસાગરા

Photogrid 1611067578402

રસીનો પ્રતિભાવ આપતા એમ.એસ. ડો. પિયુષ કણસાગરા એ જણાવેલ કે સીવીલ હોસ્પિટલ ખાતે રસીનો પ્રથમ રાઉન્ડ શરુ થયો તેમાં મે અને મારા પત્ની ડો. જયોતિ કણસાગરા બન્નેએ સ્વૈચ્છીક રસી મૂકાવેલ હાલ ગર્વમેન્ટ ક્ધટ્રોલ દ્વારા રસીકરણનો જે પ્રોગ્રામ થાય છે તે એકદમ સુરક્ષીત છે તેને સંપૂર્ણ સહકાર અને સહયોગ આપીને જયારે પણ આરોગ્ય વિભાગ દ્વારા તમને જાણ કરવામાં આવે ત્યારે કોઇપણ જાતનો ડર રાખ્યા વગર તમારા શરીરમાં કોરોનાને પ્રવેશવા ન દેવો હોય તો ચોકકસ રસી મૂકાવજો.

ગંભીર બિમારી, એલર્જી હોય તેવી વ્યકિતએ રસી ન લેવી જોઇએ: ડો. મેહુલ કણસાગરા

Photogrid 1611067671872

સીવીલ  હોસ્૫િટલ સેનેસ્થેટિકસ ડો. મેહુલ કણસાગરાએ રસી લીધા બાદ જણાવેલ કે હાલમાં દેશમાં ત્રણ કરોડ લોકોને પ્રથમ ચરણમાં રસી અપાઇ રહી છે. તેમાં આરોગ્ય, સફાઇ, પોલીસ અને સુરક્ષા વિભાગના સ્ટાફનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવનારા દિવસોમાં પ૦ વર્ષ થી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે અને અંત્મિ ચરણમાં પ૦ વર્ષથી નાની વયના પણ મોટી બિમારીનો ભોગ બન્યા હોય તેવા લોકોમાં સમાવેશ કરવામાં આવશે.આ રસી કોણે ના લેવી જોઇએ તે અંગે ડો. મેહુલ કણસાગરાએ જણાવેલ કે જે લોકોને કાંઇપણ અન્ય રસી લેવાથી રીએકશન આવતું હોય, બીજી કોઇપણ પ્રકારની એલર્જી હોય તેનાથી રિએશન આવતું હોય તેમજ ગંભીર બિમારીને કારણે હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થયા હોય તેવા લોકોને આ રસીથી દુર રહેવું જોઇએ. જે કોરોના વોરિયર્સે રસી લીધી છે તેને આજથી ર૮ દિવસ બાદ બીજો ડોઝ લેવાના ફરજીયાત હોય છે ત્યારબાદ ૧૪ દિવસ પછી રસી લેનારના શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધી જાય છે.

રસી વિશે આડઅસરની અફવામાં ન આવવું: ડો. નિપેષ પટેલ

Photogrid 1611067619136

શહેરના કાન, નાક,ગળાના જાણીતા અને સેવાભાવી સર્જન ડો. નિપેષ પટેલે જણાવેલ કે મે સવારે લીધી છે પણ મને ખબર નથી કે રસી લીધી છે હાલના સમયમાં કોરોના ને હરાવવા રસી સેફ છે. રસી વિશે આડ અસરની અફવામાં કોઇ નાગરીકોએ આવવું ન જોઇએ આવનારા દિવસોમાં કોરોનાને હરાવવા માટે આ રસી ૧૦૦ ટકા અસર કારક નિવડશે તેમાં કોઇ એ શંકા રાખવાની જરુર નથી. શહેરના તમામ લોકોએ આનો લાભ કાંઇપણ જાનના ડર રાખ્યા વગર લેવો જોઇએ.

વેકસીન જીવન જરૂરી છે તે લેવી જ જોઇએ: ડો. વાળા

Photogrid 1611067970470

શહેરની સીવીલ હોસ્૫િટલના ડો. મહેન્દ્ર વાળાએ રસી લીધા બાદ પોતાનો અભિપ્રાય આપતા જણાવેલ કે કોરોના સામેની વેકસીન એક જીવન જરુરીયાત નો ભોગ બનશે., જેમ આપણા પરિવાર માટે શાકભાજી, દુધ, અનાજ જીવન જરુરીયાત છે. તેમ આવનારા દિવસોમાં પણ કોરોના ને હરાવવા માટે વેકસીન જીવન જરુરીયાત સાબિત થશે. વેકસીનની આડઅસરનો છેડ ઉડાડના ડો. મહેન્દ્ર વાળાએ જણાવેલ કે રાજયમાં દશ હજાર વેકસીનના ડોઝ આવ્યા છે.. તેમાં પાંચ હજાર કોરોના વોરિયર્સો વેકસીન લીધી છે તેમાં ખાસ કરીને આપણા રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં જે લોકોએ રસી લીધી છે. તેમાં કોઇને રસી ના કારણે આડ અસર જોવા મળી નથી. તેથી રસી અચુક લેવી જોઇએ.

વેક્સિન એ કોરોના સામેની લડાઇનું અગત્યનું શસ્ત્ર: ડો. ગજેરા દંપતિ

Photogrid 1611069723023

શહેરમાં સેવાભાવી ડોકટરની જેમાં ગણના થાય છે તેવા વિશ્ર્વાસ હોસ્પિટલના સર્જન ડો. રોહિત ગજેરા અને ગાયને ડો. વિશા ગજેરાએ કોરોનાની રસી લીધા બાદ પ્રજાને સંદેશો આપતા જણાવેલ કે કોરોનાની વેકસીન એ કોરોના સામેની લડાઇનું શરણ સાબિત થજશે. અમને પતિ-પત્નીને એ વાતનું ગર્વ છે  કે આપણા દેશના વૈજ્ઞાનિકોએ ખુબજ ટુંકા ગાળામાં કોરોના સામે રક્ષણ આપતી રસી નું સંશોધન કરેલ ત્યારબાદ માર્ચ ૨૦૨૦ માં પીપી કિટ ન હોતી જયારે જાન્યુઆરી ૨૦૨૧માં વેકસીન ઉપલબ્ધ કરી ઉત્પાદન અને વિતરણ કરેલ તેમજ આ વેકસીન તેની કાર્ય ક્ષમતા તથા તેના માપ દંડોને પરિક્ષણ દરમ્યાન યોગ્ય પુરવાર થઇ છે. હાલમાં સોશ્યલ મિડીયામાં કોરોના વેકસીન અંગે ઘણા ભ્રામક પ્રચારો જોવા મળે છે તે દુ:ખનીય છે હું અખબારી આલમના માઘ્યમથી અપીલ કરું છું કે આવા પ્રચારથી દૂર રહેવું તથા જયારે આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા વેકસીન લેવા આપને બોલાવે ત્યારે  આપણે વેકસીન અવશ્ય લેવી વેકસીન લીધા પછી પણ માસ્ક પહેરવું ,, હાથ વારંવાર ઘોવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવું જરુરી છે.

રસીને દેશની સુરક્ષા સમાન ગણાવતા ડો. ખ્યાતિ કેશવાલા

Gh 2

શહેરના સીવીલ હોસ્પિટલના કલાસવન અધિકારી અને સેવાભાવી આંખના સર્જન ડો. ખ્યાતિ કેશવાલા એ કોરોના સામેની રસી લીધા બાદ લોકોને સંદેશ આપતા જણાવેલ કે મને રસી લીધા બાદ કોઇપણ જાતની આડ અસર જોવા મળે નથી સરકાર કોરોનાને નાબુદ કરવા મેદાને પડી છે. તેમાં આપણે ફુલ નહિ તો ફૂલની પાંખડી રૂપે રસી લઇ સરકારને મદદ કરવી જોઇએ આપણે રસી લીધી હશે તો જ કોરોના રસીની આડ અસરની જે અફવા ફેલાવી રહ્યા છે. તે ભ્રામક પ્રચારમાં આવ્યા વગર જયારે પણ આપણો વારો આવે ત્યારે અચુક પણે વેકસીન લેવી જોઇએ તેવું મારું માનવું છે. વેકસીન લીધા બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઇએ.

તાલુકાના દરેક નાગરિકને વેકિસન લેવા મારી સલાહ: ડો. હેપી પટેલ

Dg

તાજેતરમાં ઉપલેટા કોટેજ ખાતે યોજાયેલ કોરોના વેકસીનેશન ડ્રાઇવમાં કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ મારા દ્વારા લેવાયેલ  જેનો બીજો ડોઝ ર૮ દિવસ બાદ લેવામાં આવશે. જે સંપૂર્ણ રીતે સલામત છે. વેકસીનેશન લીધા બાદ કોઇપણ આડ અસર જણાયેલ નથી તથા આજરોજ અન્ય ૧૦૧ કોરોના વોરિયર્સ ને પણ આ વેકસીનેશન અપાયેલ છે. જેમાં નામાંકિત ડોકટર પણ સામિલ હતા જે બધા પણ એકદમ સુરક્ષિત છે. દેશના સૌથી મોટા વેકસીનેશન ડ્રાઇવ નો હિસ્સો બનીને ખુબ ગર્વ અનુભવું છું. તથા તાલુકાના દરેક નાગરીકને મોકો મળ્યે આ વેકસીનેશન કરાવવાની સલાહ આપું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.