Abtak Media Google News

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રૂ.1.14 કરોડ અરજદારોને પરત અપાવ્યા: 40 ગુનામાં 55 શખ્સોની ધરપકડ કરાઇ

સાયબર ક્રાઇમના ભેજાબાજ દ્વારા ઓન લાઇન ઠગાઇના ગુના આચરતા હોવાથી સાયબર ક્રાઇમ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 1388 જેટલી સાયબર ક્રાઇમમાં અરજી થઇ છે. જેમાં રુા.16.73 કરોડ ગુમાવ્યા છે. જેની સામે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રૂ.1.14 કરોડ પરત મેળવી અરજદારોને સુપ્રત કરવામાં આવ્યા છે. એક વર્ષમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કુલ 40 ગુના નોંધાયા છે. જેમાં 55 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.  આ ઉપરાંત  ચોરાયેલા અને ગુમ થયેલા સાડા ત્રણ હજારથી વધુ મોબાઇલ શોધી મોબાઇલ પરત સોપવામાં આવ્યા છે.

શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર સૌરભ તોલંબિયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં રહેતા નાગરીકો કે જેઓ સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનનાર નાગરીકો દ્વારા કરવામાં આવેલી ફરીયાદની ઉંડાણ પૂર્વક તપાસ કરી તેઓને સંપુર્ણ રકમ પરત અપાવવા માટે સુચનાઓ આપેલી જે અન્વયે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મદદનીશ પોલીસ કમિશ્નર વિશાલ રબારી, પોલીસ ઇન્સપેકટર જી.બી.ડોડીયા, પો.ઇન્સ. કે.જે.મકવાણા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નાણાકીય ફ્રોડ તથા સોશ્યલ મીડીયા થકી થતા ફ્રોડની ફરીયાદોનુ નિવારણ માટે અલગ અલગ નાણાંકિય ફ્રોડ ડિટેક્શન તથા સોશ્યલ મીડીયા મોનીટરીંગ ટીમો બનાવી બનેલા ગુનાઓ ડીટેકટ કરવા માટે અલગ અલગ ટેકનીકલ એનાલીસીસ તથા સાયબર એકસ્પર્ટની મદદ દ્વારા આરોપીના મુળ સુધી પહોચી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અરજદાર દ્વારા ગુમાવેલી રકમ પરત અપાવવામાં આવે છે. તથા આવા સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનાઓ અટકાવવા માટે અલગ અલગ સ્કુલ, કોલેજો, કંપની ખાતે જઇ અવેરનેશના પ્રોગ્રામ કરવામાં આવ્યા છે.

છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન શહેર વિસ્તારમાં સાયબર ક્રાઇમ ફ્રોડની કુલ 1,388/- ફરીયાદો આવેલા જેમાં ફરીયાદી દ્વારા કુલ રકમ રૂ. 16,73,02,483/- ગુમાવેલી હતી. જેમાથી સાયબર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરી 1,14,15,044/- જેટલી રકમ અરજદારોને પરત અપાવેલી છે. તથા અરજદારો દ્વારા 1930 સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર થકી કરવામાં આવતી ઓનલાઇન ફરીયાદોમાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અરજદારના નાણાં તાત્કાલીક એકશન લઇ સીઝ કરવામાં આવે છે. આ સીઝ થયેલ નાણાં અરજદારને પરત અપાવવા માટે કોર્ટમાં અરજી કરી કોર્ટના હુકમ દ્વારા રકમ રૂ. 25,82,058/- પરત અપાવેલા છે. આમ કુલ 1,39,97,102/- અરજદારને પરત કરાવેલા છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટમાં કુલ 129 અરજી લોક અદાલતમાં અરજદારને સીઝ થયેલી રકમ પરત અપાવવા માટે સબમીટ કરેલી છે.

જે અરજીઓમાં કોર્ટ દ્વારા બેંકોને રકમ પરત કરવા હુકમ થયેલી છે. તા.01/01/2022 થી આજદિન સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે કુલ 40 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. જેમા કુલ 55 આરોપીઓ અલગ અલગ રાજ્યમાં તપાસમાં જઇ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ ફ્રોડના બનતા બનાવો અટકાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન કુલ 43 જેટલા સાયબર ક્રાઇમ અવેરનેશના પ્રોગ્રામો અલગ અલગ સ્કુલ, કોલેજ, સંસ્થા તથા કંપનીઓ ખાતે જઇ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટેકનીકલ ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી કુલ 852 ખોવાયેલા મોબાઇલો રીકવર કરવામાં આવ્યા છે. જે માથી તા.15/02/2023 ના રોજ કુલ 40 લોકોને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના હસ્તે મોબાઇલ પરત અપાવવામાં આવ્યા હતાં.

સાયબર ક્રાઇમના ભેજાબાજથી બચવા શું કાળજી લેવી

કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા મેસેજ, ઇ-મેલ મારફતે મોકલવામાં આવતી કોઇ પણ પ્રકારની લીંક ઓપન કરવી નહી. લોભામણી જાહેરાતોમાં ફસાવવુ નહી અને કોઇ નાણાંકીય વ્યવહાર કરવો નહી. તથા અજાણી વ્યક્તિઓ તથા સાયબર ભેજાબજાને પોતાના ઓપીટી, પીન, સીવીવી, આપવા નહી તથા એનીડેસ્ક, કવીકસપોર્ટ, ટીમવ્યુઅર જેવી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી તથા સાયબર ભેજાબાજોને સદર એપ્લીકેશનુ એકસેસ આપવુ નહી. તથા અન્ય એમ.ઓ. જેમ કે ઇલેકટ્રીક સીટી બીલ ભરેલ નથી, ક્રેડીટ કાર્ડ ચાલુ કરવા માટે, કે.વાય.સી અપડેટ માટે, ઓન લાઇન ઘરે બેઠા પાર્ટ ટાઇમ જોબ મેળવવા માટે, ઇન્સટન્ટ લોન મેળવવા, બ્લેકમેલીંગ વોટસએપ વિડીયો કોલીંગ, ઓનલાઇન પ્લેટફોર્મ પર આર્મીમેનના નામે થતા ફ્રોડ તથા વગેરે એમ.ઓ. વાળા સાયબર ભેજાબાજો તથા અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં આવવુ નહી. તથા તેઓની સાથે કોઇપણ પ્રકારના નાણાંકીય વ્યવહાર કરવા નહી અને સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોએ તાત્કાલીક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930માં કોલ કરી ફરીયાદ નોંધાવવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.