Abtak Media Google News

સોપારીના વેપારી સાથે છેતરપિંડી કરનારને પણ પોલીસે દબોચી લીધો

આધુનિક યુગમાં હવે ઓનલાઇન ફ્રોડના બનાવો વધવા પામ્યા છે.લોકો ઓનલાઈન રોકાણ કરવામાં અથવાતો સસ્તી કિંમતે વસ્તુ લેવાની લાલચમાં આવી પોતાના ખાતામાં રહેલા રૂપિયા ગુમાવી બેસે છે.ત્યારે તે રૂપિયા પરત અપાવવામાં સાયબર ક્રાઇમ પોલીસ ઉમદા કામગીરી કરી રહી છે.જેમાં શહેરમાં સાત લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બની પોતાના પૈસા ગુમાવ્યા હતા.જેમાં રૂ.8.43 લાખ રકમ સાઇબર ક્રાઇમ પોલીસે પરત અપાવી હતી.

Advertisement

સાયબર ક્રાઇમ એ.સી.પી વિશાલ રબારી ના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.જે.રાણા અને તેની ટીમ દ્વારા શહેરમાં સાયબર ક્રાઇમ નો પ્લોટ બનેલા લોકોને તેમના પૈસા પરત આવ્યા હતા.જેમાં પ્રસાદ ભાઈ ખાનપરા નામના યુવાને એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઓનલાઇન ખરીદવા છતાં રૂપિયા એક લાખ 8 હજાર ગુમાવ્યા હતા જે તેમને પરત અપાવ્યા હતા, ત્યારે કરસનભાઈ સરધારાએ ક્રેડિટ કાર્ડ અપડેટ કરવા જતા રૂપિયા 98000 ગુમાવ્યા હતા જે તેને પરત અપાવ્યા હતા.જ્યારે એક અરજદારે ઓનલાઇન રોકાણ કરવા છતાં રૂપિયા 25000 ગુમાવ્યા હતા જે તેને ભરત અપાવ્યા હતા.

જ્યારે એ અરજદારે ઓનલાઇન રોકાણ કરવા જતા 1,00,000 ગુમાવ્યા હતા તે તેમને પરત અપાવ્યા હતા.એક અરજદારે એનસીઆરપી અરજી કરવા છતાં સાયબર ક્રાઈમ નો ફ્રોડ બની 3.42 લાખ ગુમાવ્યા હતા જેમાંથી પોલીસે 2.56 લાખ પરત અપાવ્યા હતા. તે ઉપરાંત ગઈકાલે એક સોપારીના વેપારી સાથે ગઠિયાએ સોપારી મોકલવાનું કહી રૂ.1.75 લાખની છેતરપિંડી કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરી પોલીસે વેપારીને પૂરી રકમ પરત અપાવી હતી. તેમ સાયબર ક્રાઈમ પોલીસે કુલ સાત અરજદારોને કુલ રૂ.8.43 લાખ પરત અપાવી ઉમદા કામગીરી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.