Abtak Media Google News

ભારત, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિનો વિરોધ દર્શાવ્યો હતો

ઈરાનના રાષ્ટ્રપતિએ બુધવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૫માં થયેલી અણુ સંધી કરારથી તેઓ દુર હટશે જેને લઈ અમેરિકાને અનેકવિધ તકલીફો સામે આવી હતી. ભારત, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ઈરાન દ્વારા ન્યુક્લિયરને લઈ પારોઠના પગલાની સામે અમેરિકાની મજબૂરીએ વિશ્વને હાશકારો અપાવ્યો છે.

Advertisement

ભારત અને ઈરાન વચ્ચે જે તેલનો વેપાર કરવામાં આવતો હતો તેમાં ભારતને અનેકવિધ રીતે ફાયદો પહોંચતો હતો. ઈરાન સાથેના તેલના વ્યાપારમાં ભારતે ઈરાનને તેલનું ભાડુ ‚પિયામાં ચૂકવવાનું નકકી થયું હતું અને તેની સામે ઈરાન ભારતમાંથી વસ્તુ ખરીદશે એટલે કે બાર્ટર સીસ્ટમનું પણ નકકી કરવામાં આવ્યું હતું. ત્યારે અમેરિકા દ્વારા જે પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા તેનાથી ભારત સહિત અનેક દેશોને તકલીફનો સામનો કરવો પડત.

અમેરિકા અને તહેરાન વચ્ચે ક્રોસ ફાયરમાં યુરોપમાં યુનાઈટેડ સ્ટેટના સાથીઓએ ધમકીઓને વેગ આપ્યો હતો જયારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની દ્વારા જાહેર કરવામાં આવેલા સીમા ચિન્હને વૈશ્વિક સત્તા દ્વારા વાટાઘાટો કરવામાં આવ્યું હતું. ત્યારે તેને ટેકો પણ આપવામાં આવ્યો હતો. બ્રિટન, ફ્રાન્સ, ભારત અને જર્મની એમ તમામ દેશોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિલચાલનો વિરોધ કર્યો હતો અને યુનાઈટેડ સ્ટેટને ૧૫ વર્ષ સુધી પરમાણુ બળતર પેદા કરવાના કરારથી યુનાઈટેડ સ્ટેટ પાછુ ખેંચે તેવી વાત પણ સામે આવી હતી.

યુરોપીયન અધિકારીઓએ ઈરાની તેલ સામે લાગવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોને અવગણના માટે બટરીંગ સીસ્ટમની સ્થાપના કરવાનું વચન આપ્યું હતું પરંતુ તે પણ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ત્યારે એ વાત પણ નકકર સાબીત થાય છે કે, ન્યુક્લિયરને લઈ ઈરાને પારોઠના પગલા હાથ ધર્યા છે જયારે અમેરિકાની મજબૂરીએ વિશ્ર્વને હાશકારો પણ અપાવ્યો છે અને અમેરિકાની જ‚રીયાતે ફરી અમેરિકાને ઝુકવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.