Abtak Media Google News

અરબો ડોલરના ખર્ચે રશિયા પાસેથી એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ એર સિસ્ટમ ખરીદવાના ભારતના નિર્ણય સામે અમેરિકાને વાંધો

એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમના ઉપયોગથી ભારત યુએસની એફ.૩૫થી જોડાયેલા રડાર ટ્રેકસની ઓળખાણ અને અમેરિકી જેટ્સના ડેટા અન્ય દેશોને વહેચી દેશે તેવો જગત જમાદારને ડર

ભારતે રશિયા પાસેથી અરબો ડોલર ખર્ચ કરી એસ.૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ એર ડિફેન્સ સીસ્ટમ ખરીદવાનો નિર્ણય લીધો છે. અને આ માટેની પ્રક્રિયા અંતિમ તબકકામાં ચાલી રહી છે. જેની સામે અમેરિકાએ વાંધો ઉઠાવ્યો છે. હથીયાર ખરીદી મામલે ચીન બાદ હવે ભારત તરફ અમેરિકાએ નિશાન સાધ્યું છે. ટ્રંપ પ્રસાશને તાજેતરમાં જાહેરાત કરતા કહ્યું કે, રશિયા પાસેથી આ પ્રકારે મોટા સૈન્ય હથીયાર ખરીદવાએ મહત્વપૂર્ણ કરાર છે. અને આ કારણસર અમેરિકા તેના પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.

ભારત માટે અમેરિકાનું આ પ્રમાણે નિવેદન મહત્વનું છે. પરંતુ રશિયા પાસેથી હથીયાર ખરીદીના મામલે અમેરિકા શા માટે ચિંતીત થઈ ઉઠ્યું છે. એવા પણ પ્રશ્ર્નો ઉભા થયા છે. રક્ષા જાણકારોના મતાનુસાર, અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયા પાસેથી આ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદે અમેરિકાને એ વાતની ચિંતા સતાવે છે કે ભારત એસ.૪૦૦ મિસાઈલનો ઉપયોગ અમેરિકી ફાઈટર જેટ્સની ગુપ્ત ક્ષમતાઓનાં ટેસ્ટ માટે પણ કરી શકે એવું પણ મનાઈ રહ્યું છે કે, આ સિસ્ટમથી ભારતને અમેરિકી જેટ્સના ડેટા મળી શકે છે. આથી અમેરિકાને ડર છે કે આ ડેટા ભારત રશિયા સહિતના અન્ય દેશો સાથે કદાચ શેર કરી શકે છે.

એસ.૪૦૦ સિસ્ટમનો ઉપયોગ માત્ર અમેરિકાની એફ. ૩૫૬થી જોડાયેલા રડાર ટ્રેકસની ઓળખાણ માટે જ નહિ પરંતુ આ સાથે એફ. ૩૫૬ના કોન્ફિગરેશનનો પણ પતો લગાવવામાં કરી શકાય છે. જેને લઈ અમેરિકા ચિંતીત છે. જો કે ભારત તરફથી એ સ્ષ્ટતા કરાઈ છે કે, રશિયા સાથેના આ કરારથી અમેરિકાએ ચિંતીત થવાની જરૂર નથી કારણ કે, ભારતનું ટ્રેક રેકોર્ડ અન્ય દેશો જેવું નથી કે જે એક દેશની ડીફેન્સ ટેકનોલોજી બીજા દેશને ટ્રાન્સફર કરે અમેરિકા નહી પણ દુનિયાનો કોઈ પણ દેશ ભારત પર આપ્રકારે આરોપ લગાવી શકે નહિ કે ભારત ડેટાને અન્ય દેશમાં વહેંચે છે. અમેરિકા પાછલા દોઢ દાયકાથી ભારતને રક્ષા ઉપકરણો વેચે છે. અને કોઈ પણ ટેકનોલોજી અન્ય દેશ સુધી પહોચી નથી અથી યુએસએ ચિંતા કરવાની જરૂર નથી. જણાવી દઈએ કે તાજેતરમાં જ અમેરિકાએ ચીનની એક મીલીટરી એજન્સી અને તેના નિર્દેશક ઉપર રશિયા પાસેથી રક્ષા ઉપકરણો ખરીદવાના આરોપમાં પ્રતિબંધ લાદયો છે ચીની મીલીટરી એજન્સી પર આ પ્રતિબંધ અમેરિકાએ કાનુન ઉલ્લંઘન કરવા બદલ લગાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.