Abtak Media Google News

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાએ વધુ એક  સોપાન સર કર્યું છે. ઝાયડસ કેડિલાની કેન્સરની દવા હવે અમેરિકામાં ઉપયોગમાં લેવાશે.

Advertisement

ઝાયડસ કેડિલાએ તાજેતરમાં માહિતી આપતા જણાવ્યું છે કે તેને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી 180 દિવસની માર્કેટિંગ વિશિષ્ટતા સાથે યુએસમાં નેલારાબાઇન ઇન્જેક્શન 250MG/50MLનું માર્કેટિંગ કરવા માટેની અંતિમ મંજૂરી મળી છે.

જણાવી દઈએ કે, આ નેલારાબાઇન ઇન્જેક્શન 250MG/50ML લ્યુકેમિયા અને લાયફોમા એટલે કે લોહીના કેન્સર માટેની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. દવા નિર્માતા કંપની ઝાયડ્સ કેડીલાએ કહ્યું કે તે ઉત્પાદન માટે પ્રથમ માન્ય અરજદાર છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઉત્પાદનનો ઉપયોગ કેન્સરના કોષોની વૃદ્ધિને ધીમો અથવા અટકાવીને ચોક્કસ પ્રકારના લ્યુકેમિયા અને લિમ્ફોમાની સારવાર માટે થાય છે. નેલારાબીનએ એન્ટિમેટાબોલિટ નામની દવાઓની શ્રેણીમાંની એક છે.

કંપનીએ IQVIA ડેટા (સપ્ટેમ્બર 2021)ને ટાંકીને જણાવ્યું હતું કે, નેલારાબીન ઈન્જેક્શનનું USમાં આશરે $34.5 મિલિયનનું વાર્ષિક વેચાણ હતું. આ દવાનું ઉત્પાદન ગ્રૂપની ઈન્જેક્શન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી, અમદાવાદમાં એલિડેક પ્લાન્ટમાં કરવામાં આવે છે અને મંજૂરી મળતા હવે તેને યુએસ માર્કેટમાં ટુક જ સમયમાં વ્યાપારી ધોરણે લોન્ચ કરવામાં આવશે.

કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું  કે, આ મંજૂરી જટિલ જેનરિક પ્રોડક્ટ્સમાં સફળતાપૂર્વક વ્યાપારીકરણ અને અર્થપૂર્ણ બજાર હિસ્સો મેળવવાના અમારા ટ્રેક-રેકોર્ડ પર આધારિત છે. અમે 50 થી વધુ ફાઇલ કરેલ જટિલ ANDAsનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવ્યો છે અને અમે અમારા યુએસ બિઝનેસને વધારવાની તકો પર કામ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.