Abtak Media Google News

આજરોજ ગુજરાત રાજયનું ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે રાજકોટની ઉત્કર્ષ સ્કુલનું પણ પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. ઈંગ્લીશ મીડિયમમાં ધો.૧૧-૧૨ સાયન્સમાં શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી શાળાઓમાં સમગ્ર રાજયમાં પ્રખ્યાત થયેલી ઉત્કર્ષ સ્કુલનું ધો.૧૦નું પરિણામ અત્યંત સરાહનીય આવ્યું હોય તેવું પણ સામે આવ્યું છે અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્કુલનો વિદ્યાર્થી બોસમીયા હર્ષે ૯૯.૯૭ પીઆર મેળવી સ્કુલમાં પ્રથમ તેમજ સમગ્ર બોર્ડમાં ત્રીજુ સ્થાન મેળવેલ છે. તેમજ પટેલ સુહાની ૯૯.૬૧ પીઆર, કકકડ માનવ ૯૯.૬૧ પીઆર, ચૌધરી નિરજ ૯૯.૪૭ પીઆર, તજાની મુફદલ ૯૯.૩૧ પીઆર, મુંધવા જીજ્ઞેશ ૯૯.૨૩ પીઆર, મકવાણા ફેનિલ ૯૯.૦૭ પીઆર મેળવી બોર્ડમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત સ્કુલનાં કુલ ૧૦૩ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર કરતા વધારે પીઆર મેળવેલ છે. ૯૮ પીઆર કરતા વધારે ૧૩ વિદ્યાર્થીઓ, ૯૫ પીઆર કરતા વધારે ૩૨ વિદ્યાર્થીઓ, ૯૦ પીઆર કરતા વધારે ૪૮ વિદ્યાર્થીઓ અને ૮૫ પીઆર કરતા વધારે ૭૦ વિદ્યાર્થીઓએ અને ૭૦ પીઆર કરતા ૯૪ વિદ્યાર્થીઓએ ઉત્કૃર્ષ દેખાવ કરી બોર્ડમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સની સર્વોપરીતા સ્થાપિત કરી છે. સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રે શિક્ષણ હબ તરીકે પ્રસ્થાપિત થયેલ રાજકોટ શહેર પ્રત્યે સતત ઘણા વર્ષોથી પોતાના ઉત્કૃષ્ટ પરીણામોની હારમાળા થકી ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સે સાયન્સ શિક્ષણ ક્ષેત્રે પોતાનું સ્થાન વિશેષ રીતે સુનિશ્ર્ચિત કર્યું છે.
સધન શિક્ષણ અને પરિણામજનક શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવતી શાળા તરીકે સમગ્ર શહેર ખાતે ખ્યાતિ પ્રાપ્ત ઉત્કર્ષ સ્કુલે કરેલી છે. તેમજ ગુજરાત રાજય સ્તરે આ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ પ્રતિષ્ઠાજનક સ્થાન પણ પ્રાપ્ત કરેલું છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત રાજય સ્તરે ઉત્કર્ષ સ્કુલને પોતાની શૈક્ષણિક કારકિર્દીને વિશિષ્ટ સ્તરે લઈ જનારી શાળા તરીકે પ્રથમ પસંદ કરે છે. ઉત્કર્ષ સ્કુલનાં વિદ્યાર્થીઓ ભારતની તમામ રાષ્ટ્રીય સ્તરની અગ્રીમ એન્જીનીયરીંગ અને મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવે છે. આ શાળામાં વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ તથા ડોકટરેટ અને એમટેક લેવલ ધરાવતા શિક્ષકો કાર્યરત છે જેઓ આશરે ૨૦ વર્ષથી પણ વધારે પોતાના વિષયોનાં શિક્ષણ કાર્યનો બહોળો અનુભવ ધરાવે છે.

ક્ધસેપ્ટ લર્નીંગ થકી ઉત્કર્ષ સ્કુલે સર્વોપરીતા સાબિત કરી : વિમલભાઈ છાયા

Vlcsnap 2020 06 09 13H47M17S154
અબતક સાથેની વાતચીત દરમિયાન ઉત્કર્ષ સ્કુલનાં સંસ્થાપક વિમલભાઈ છાયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધો.૧૦નું સ્કુલનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. ઈંગ્લીશ મીડિયમની સ્કુલ હોવાથી વિદ્યાર્થીઓને ક્ધસેપ્ટ આધારે શિક્ષણ આપવામાં આવતું હોય છે જેના કારણે વિદ્યાર્થીઓમાં જે ખરા શિક્ષણની જ‚રીયાત હોય તે પણ પૂર્ણ થઈ શકે છે બીજી તરફ તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એ-વન ગ્રેડમાં શાળાનો એક વિદ્યાર્થી આવ્યો છે. જયારે એ-ટુ ગ્રેડમાં ૧૯ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર વખતે શાળા ૧૦૦ ટકા પરિણામ લાવે છે ત્યારે ધો.૧૦નાં પરિણામની આશા પણ ૧૦૦ ટકાની જ હતી જે પરિણામ શાળાને મળ્યું છે. ગત વર્ષની સરખામણીમાં એ-વન ગ્રેડ અને એ-ટુ ગ્રેડમાં ઘટાડો નોંધાયું છે જેનું કારણ ગુજરાત બોર્ડ દ્વારા એનસીઈઆરટી અભ્યાસક્રમને અમલી બનાવ્યો છે. બીજી તરફ આ વખતે કયાંકને કયાંક પેપર ચેકિંગની પ્રણાલીમાં ફેરબદલ થયું હોય તેવું લાગી રહ્યું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ટેકનોલોજી ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે પરંતુ ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.