Abtak Media Google News

ગોંડલ રોડ, પી.ડી. એમ. કેમ્પ્સ ખાતે આવેલ સર્વોદય સ્કુલનું આજરોજ ગુજરાત રાજય માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦ના જાહેર થયેલા ધો.૧૦ ના પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ રહ્યું, આજે જાહેર થયેલા પરિણામમાં બોર્ડનું પરિણામ ૬૦.૬૪ ટકા હતું જયારે સર્વોદય સ્કુલનું પરિણામ ૯૫.૭૪ ટકા જાહેર થયું હતું. સાત વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યા ૩ર વિદ્યાર્થીઓએ ૭૭ પીઆરથી વધારે પ્રાપ્ત કર્યા. જેમાં ૮૪ વિદ્યાર્થીઓએ એ-ર ગ્રેડ પ્રાપ્ત કરેલ.
બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધો.૧૦ ના પરિણામમાં સર્વોદય સ્કુલે ફરી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે. સર્વોદય સ્કુલમાંથી સોરઠીયા સ્વરાજએ વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ અને સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કરેલ. તેમજ રામાણી દીવાકરે વિજ્ઞાન વિષયમાં ૧૦૦ માથી ૯૯ ગુણ પ્રાપ્ત કરેલ તથા રામાણી સાહીલ, પેથાણી પાર્થ, સોરઠીયા વિરાજએ સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૯૯ ગુણ પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત શાળાના પરિણામ પર નજર કરીએ ૭ વિદ્યાર્થીઓએ એ-૧ગ્રેડ પ્રાપ્ત કરેલ. ૯૫ થી વધુ પી.આર. મેળનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૧ છે. જયારે ૯૦ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ર૧૧ છે.
શાળાના શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કુલના સંસ્થાપક ભરતભાઇ ગાજીપરા, આચાર્યા શ્રીમતિ ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી ગૌરવભાઇ પટેલ તથા એકેડેમીક હેડ કમલેશભાઇ ત્રિવેદીએ તમામ વિદ્યાર્થીઓને ધો.૧૦ ના વિભાગીય વડા પુલકીતભાઇ પટેલને અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
સામાન્ય મજુરી કામ કરતા પરિવારના પુત્ર પટેલ મનએ પોતાનું સ્વપ્ન સાકાર કર્યુ
બોર્ડમાં ૯૯.૬૪ પીઆર પ્રાપ્ત કરી પટેલ મનએ પોતાના પરિવાર તથા શાળા પરિવારને ગૌરવ અપાવી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે. અથાગ મહેનતથી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી મનને ભવિષ્યમાં આઇ.એ.એસ. ઓફીસર બનવું છે તેમજ મારી આ સફળતા માટે હું મારા પરિવાર અને સર્વોદય શાળાનો કાયમી આભારી રહીશ.
સામાન્ય પરિવારમાંથી આવતા કુકડીયા લખમણે એસ.એસ.સી. બોર્ડમાં ૯૯.૫૯ પી.આર. મેળવ્યા
મજુરી કામ કરતા પિતાનાં પુત્રએ ખુબ પરિશ્રમથી બોર્ડમાં ૯૯.૫૯ પી.આર. પ્રાપ્ત કરી કુકડીયા લખમણે પોતાનો પરિવાર તથા શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા લખમણે શાળામાંથી પ્રાપ્ત થતા જીવન મુલ્ય અને શ્રેષ્ઠ શિક્ષણથી આ સિઘ્ધિ પ્રાપ્ત કરી તેવું જણાવે છે. લખમણ કહે છે કે આજે મને જે સફળતા મળી છે એ માટે હું સર્વોદય શાળા પરિવારનો કાયમી આભારી રહીશ અને ભવિષ્યમાં હું અમે.બી.એ. કરીશ તેમજ હું સર્વોદય શાળા પરિવારનો કાયમી ઋણી રહીશ.
મજુરી કામ કરતા પરિવારનાં પુત્રએ મેળવી શ્રેષ્ઠ સિઘ્ધિ
બોર્ડમાં ૯૯.૮૨ પીઆર પ્રાપ્ત કરી રામાણી દિવાકરે પોતાના પરિવાર તથા શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે. નબળા વર્ગનાં પરિવારમાંથી આવતા દિવાકરે શાળામાંથી શ્રેષ્ઠ પરિણામ મેળવવાનું નકકી કર્યુ હતું અને આજે તેણે એ સ્વપ્નને સાકાર કર્યુ છે. દિવાકર કહે છે કે આજે મને જે સફળતા મળી છે કે માટે હું સર્વોદય શાળા પરિવારનો કાયમી આભારી રહીશ અને ભવિષ્યમાં હું ડોકટર બનીશ તો પણ હું સર્વોદય શાળા પરિવારને ઋણી રહીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.