Abtak Media Google News

ગઇકાલે એક જ દિવસમાં રૂ ૪૭ લાખથી વધુ ની આવક થઇ: રૂટીન કરતા આવક રૂ પ થી ૭ લાખ વધી: ચૂંટણીઓ બાદ વિવિધ રૂટો માટે રોજ ૨૫ એકસ્ટ્રા બસો દોડાવવાનું પણ કરાયેલું આયોજન

રાજકોટ સહીત સૌરાષ્ટ-કચ્છમાં લોકસભાની ચુંટણીઓની સાથો સાથ વેકેશનનો માહોલ પણ શરુ થઇ ગયો છે. તાજેતરમાં જ બોર્ડની અને ધો.૧ થી ૯ ની પરીક્ષાઓ પૂર્ણ થઇ છે અને વેકેશન શરુ થઇ ગયા છે.આ વેકેશનની સાથે સાથ વાલીઓ તેના સંતાનોને લઇને વિવિધ સ્થ્ળોએ ફરવા જવા માટે ક્રમશ: નિકળવા લાગ્યા છે.

Advertisement

જેથી કરીને હવે ટ્રેનો ઉપરાંત એસ.ટી. બસોમાં પણ ટ્રાફીક વધતો નજરે પડવા લાગ્યો છે.રાજકોટ એસ.ટી. વિભાગની જ વાત કરીએ તો રાજકોટ એસ.ટી. વિભાગમાં ગઇકાલથી જ વેકેશનનો માહોલ જુદા જુદા બસ ડેપો ઉપર દેખાવા લાગ્યો છે.વિવિધ રૂટોની બસોમાં રૂટીન કરતા વધુ ટ્રાફીક જોવા મળવા લાગ્યો છે. આ સાથે એસ.ટી. વિભાગની દૈનિક આવકમાં પણ વધારો લાગ્યો છે.

આ અંગે રાજકોટ એસ.ટી. ડીવીઝનનાં વિભાગીય નિયામક દિનેશ જેઠવાનો સં૫ર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે, વેકેશનની અસર ગઇકાલથી દેખાવા લાગી છે. ગઇકાલે એક જ દિવસમાં રાજકોટ વિભાગના દૈનિક આવકમાં ઉછાળો આવ્યો છે. અને ગઇકાલે વિભાગની આવક રૂ ૪૭ લાખ ઉપર પહોંચી ગઇ હતી.જેઠવાએ વધુમાં જણાવેલ હતું કે, ગઇકાલની આવક  રૂટીન આવક કરતા થી રૂ ૭ લાખ વધી જવા પામી હતી. અને હવે સતત ટ્રાફીક વધશે એટલે આવક પણ વધશે.

એસ.ટી. માં હવે વેકેશનની સીઝન દેખાતા આગામી દિવસોમાં રાજકોટ એસ.ટી. વિભાગે એકસ્ટ્રા બસો દોડાવવાનું પણ આયોજન કર્યુ છે.  વિભાગીય નિયામક જેઠવાનાં જણાવ્યા મુજબ લોકસભાની ચુંટણીઓ બાદ રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દૈનિક જામનગર- જુનાગઢ – અમરેલી –  ભાવનગર – ભુજ અને અમદાવાદ સહિતનાં રુટો ઉપર રપ જેટલી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન ધડાઇ રહ્યું છે. અને જરુર પડયે રપ થી પણ વધુ બસો દોડાવીશું.

બે જ નવા વાહન આવ્યારાજકોટ એસ.ટી. વિભાગમાં છેલ્લા કેટલાંક સમયથી વિકમાં પ થી ૭ નવા વાહનો આવી રહ્યા છે. ગત ડિસેમ્બર, જાન્યુઆરી માસ દરમ્યાન નો રાજકોટ વિભાગને સૌથી વધુ ૪૫ નવી બસો ફાળવાઇ હતી.જો કે છેલ્લા પખવાડીયા દરમ્યાન નવી બસોની આવકમાં અચાનક બ્રેક લાગી ગઇ છે!

રાજકોટ એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ છેલ્લા પખવાડીયા દરમ્યાન રાજકોટ એસ.ટી. વિભાગને માત્ર બે જ નવા વાહનો ફાળવાયા છે.એસ.ટી. ના સૂત્રો જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુર્જરનગરી બસોનું પ્રોડકશનની પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે હાલ રાજકોટ સહતિનાં જુદા જુદા વિભાગોમાં
નવી બસોની ફાઇવણીની પ્રક્રિયા ધીમી પડી ગઇ છે. જો કે ટુંક માં જ નવી બસો ઝડપથી ફાળવવા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.