Abtak Media Google News

ગોંડલના ઉમવાડા રોડ ઉપર ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કુલ પાસે આવેલ રામરાજ્ય ગોડાઉનના વેરહાઉસમાં લાગેલી આગનો ધુમાડો અને રજ વ્યાપક પ્રમાણમાં આવી રહી હોય સ્કૂલના પ્રિન્સિપાલ એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ અમારે સ્કૂલમાં ફરજિયાત રજા પાળવાની નોબત આવી છે.

શાળાના બારસો વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતા 800 વિદ્યાર્થીઓને પણ તેમના ગામ અને ઘર મોકલવાની વ્યવસ્થા હાથ ધરાઇ છે, દુઃખની વાત એ છે કે આવું વિશાળ તંત્ર આજે ત્રણ-ત્રણ દિવસ થવા છતાં પણ આગને કાબુમાં કરી શક્યું નથી જેનો ભોગ અમારી શાળા બનવા પામી છે. નાછૂટકે અમારી શાળાને રજા જાહેર કરવી પડી છે જે મોટી દુઃખની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.