Abtak Media Google News

દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની ચેઈને ચોડવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે 18-44 વર્ષથી વધુ વયના લોકોને COWIN પર રજિસ્ટ્રેશન કરવાની જરૂર રહેશે નહી તેવા મેસેજ વાયરલ થતા આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે, રાજ્યમાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.

તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે.રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.

મ્યુકરમાયકોસિસ સામે મળી ગયો રામબાણ ઈલાજ, શું છે રેડીએશન થેરાપી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.