Abtak Media Google News

કોરોના મહામારી રોકવા માટેની રસીથી સાઈડ ઈફેક્ટની દહેશત વ્યકત કરાઈ

કોરોના વાયરસ ને રોકવા માટે લોકડાઉન, કરફ્યુ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતની તકેદારીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા રાખવામાં આવી રહી છે. મહામારીને રોકવા માટે રસી પણ મહત્વની ભૂમિકા ભજવશે તેવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. જો કે, રસીની ગુણવત્તા ઉપર સવાલો ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે કોઈપણ વાયરસ અથવા તો મહામારીથી રક્ષણ માટે વિકસાવવાની થતી રસીનું ત્રણ વર્ષ સુધી પરીક્ષણ કરવામાં આવતું હોય છે. દર્દીને આડઅસર ન થાય તે પણ જરૂરી બાબત છે. આવી સ્થિતિમાં અધકચરી રસીથી જોખમ વધે છે. દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ રસીથી સાઈડ ઇફફેક્ટ થઈ શકે તેવી શકયતા વ્યક્ત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ચેતવણી આપી હતી કે કોઈ પણ કોવિડ ૧૯ રસી કેટલાક લોકોને  આડઅસર કરી શકે છે, લોકપ્રિય દવાઓની પણ આડઅસર હોય છે. વેક્સિન બહાર પાડવાની સાથોસાથ સેફટીના ધોરણો સાથે રાખવા જરૂરી છે સામાન્ય રીતે ૨૦ વર્ષ જૂની ખ્યાતનામ દવાઓ પણ કેટલાક વ્યક્તિઓ ઉપર આડ અસર ઉભી કરે છે આવી જ રીતે વ્યક્તિની પણ આડઅસર થઇ શકે છે.

વડાપ્રધાન મોદીએ ગઇકાલે રસીની વિશ્વસનીયતા ઉપર આપેલા નિવેદન પરથી એ વાત ફલિત થાય છે કે, કેન્દ્ર સરકાર રસી મામલે ફૂંકી ફૂંકીને પગલા ભરશે. કોરોના ઉપર જીત મેળવવા માટે નાગરિકોના સ્વાસ્થ્યના તમામ પાસાઓને ધ્યાને રાખવામાં આવશે તેની આડઅસર ન થાય તેને ખાસ સુનિશ્ચિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.