Abtak Media Google News

વિછીયા તાલુકાના ઘેલા સોમનાથ ગામે રહેતી વાગ્દત્તાની પોતાના ભાવીપતિ સાથે ફોનમાં રકઝક એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ભાવિભરથારે ’મારે તું જોતી નથી’ તેવું કહેતા માઠું લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વીંછીયા તાલુકાના ઘેલા સોમનાથ ગામે રહેતી મમતાબેન વશરામભાઈ ખાવડીયા નામની 18 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વીંછીયા પોલીસને જાણ કરતા વીંછીયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એસિડ પી લેનાર મમતાબેન ખાવડીયા એક ભાઈ ચાર બહેનમાં મોટી છે અને તેણીની એક વર્ષ પહેલા જ રાજકોટ ખાતે રહેતા શિવકુ સાથે સગાઈ થઈ હતી. મો

ડી રાત્રે બંને વિડીયો કોલમાં વાત કરતા હતા ત્યારે મમતા અને તેના મંગેતર શિવકુ વચ્ચે મશ્કરીમાં બોલાચાલી થતા મંગેતર શિવકુએ ’મારે તને નથી જોઈતી’ તેવું કહેતા મમતાબેન ખાવડીયાને માઠું લાગી આવતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બમાવ અંગે વીંછીયા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.