Abtak Media Google News

રેસકોર્સ ખાતે 1ર0 સ્ટોલ સ્થપાશે:350 વૈદુભગત હાજર રહેશે

રાજકોટમાં આગામી ર એપ્રીલથી 7 એપ્રીલ દરમિયાન આદિવાસી પરંપરાગત  વૈદુભગત દ્વારા વૈદુ તથા વનસ્પતિ ઔષધિય પ્રદર્શન યોજાશે. આ કાર્યક્રમ રેસકોર્સ મેદાન ખાતે સવારે 7 થી રાત્રે 10 કલાક સુધી ચાલશે તેવું આજરોજ ‘અબતક’ ની મુલાકાત દરમિયાન જયશ્રીબેન બાબરીયા, કિશોરભાઇ આહિર અને હેતલ કુંપરીયા, અરૂણભાઇ નિર્મળ, વિક્રમસિંહ પરમારે કહ્યું છે.

Advertisement

પછાત મહીલા વિકાસ મંડળ ભાવનગર તથા શર્વરી સેતુ ફાઉન્ડેશન દ્વારા  આયોજીત ડાંગ, આહવા, વલસાડ જીલ્લાના 4પ0 આદિવાસી વૈદુભગતો આ મેળામાં ભાગ લેનાર છે. આ વૈદુભગતો તમામ પ્રકારના રોગો માટે પરંપરાગત આયુર્વેદનું જ્ઞાન ધરાવે છે. એક હજાર વનસ્પતિ ઔષધિયની ઓળખ ધરાવે છે. જંગલોમાં વસનારી પ્રજાતિ પોતાના રોગોનું પોતાના મેળે સારવાર કરે છે તથા અન્ય લોકોની પણ સેવા કરે છે. માલકાંગણી, સફેદ મુસળી, આર્યોકંદ, જંગલી બટાટા, રગત રોયડો, અર્જુનસાદડ, પાદળની છાલ, ટેટુની છાલ, કેસુડો, સાપુઆંબા, લોખંડી, ડવલા, મોખા, જંગલી સરગવો, શતાવરી, ઉમરો, વડઢ, કરીયાતું, કાકા કેરીયો, બ્રાહ્મી, અકકલગરો, લીડીપીપર, વગેરે વગેરે જડીબુટ્ટીનું પ્રદર્શન મુકવામાં આવશે. આદિવાસી બહેનો દ્વારા સંચાલીત નાહરી કેન્દ્રો સાથે સાથે શુઘ્ધ મધ, નાગલી બનાવટોની વાનગીઓ જેમાં અડદની દાળ, ભુરજીયું, નાગલીના રોટલા, મકાઇના રોટલા, વાંસનું અથાણું, પાપડીનું શાક, અડદ-મકાઇના વડા, આદિવાસી ખાણું પીરસવામાં આવશે. વાંસના રમકડાઓ, માટીના વાસણો, પીઠોરા પેઇન્ટીંગ વગેરે મેળાનું મુખ્ય આકર્ષણ છે. પેરાલીસીસ માટે મસાજ તથા બોડી મસાજ માલકાંગણીના તેલ દ્વારા કલીનીકલ મસાજ આ કુશળ આદિવાસી ભાઇઓ-બહેનો દ્વારા સ્ટમી-પેટી દ્વારા સ્ટી પણ આપવામાં આવશે. ભાઇઓ દ્વારા ભાઇઓનું તથા બહેનો દ્વારા બહેનોનું મસાજ કરવામાં આવશે. ઓર્ગેનીક ખાદ્યસામગ્રી ચોખા અડદની દાળ તુવેરની દાળ, મરચુ જીર, હળદર તથા નાગલીના બીસ્ટીક, પાપડ  લોટ વગેરેનું પણ વેચાણ થશે.

આ પ્રકારના મેળાનું ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદ અને સુરત ખાતે થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.