Abtak Media Google News

પતિ સાથે સમાધાન કરાવી દેવાનું કહી જૂનાગઢની મહિલાને હવસનો શિકાર બનાવી સાધુએ ભગવા લજાવતા સર્વેત્ર ફિટકાર

વડિયા સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુએ સેતાન બની મહિલાની મજબુરીનો લાભ ઉઠાવી ચાલુ કારે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. પતિ સાથે સમાધાન કરાવી દેવાની જૂનાગઢની મહિલાને કરી હવસનો શિકાર બનાવી સાધુએ ભગવા લજવતા કલંકીત બનેલા સાધુ પર સર્વતર ફિટકાર વરસી રહ્યો છે. જૂનાગઢ પોલીસે શરમજનક ઘટના અંગે વડીયા સંપ્રદાયના સાધઉ અને ગોંડલ ભોજપરા વિસ્તારમાં રહેતા ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ હિન્દુ ધર્મ અને સંસ્કૃતીને લાંછન લગાડે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અમરેલીના વડીયા ગામના સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ પતી સાથેના અણબનાવનું સમાધાન કરાવી આપવાની લાલચ આપી બળાત્કાર ગુજારી ધાક ધમકીઓ આપવાની પોલીસ ફરિયાદ થતા શહેરભરમાં આ બનાવને લઈ જોરશોરથી ચર્ચાઓ ઉઠવા પામી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર જૂનાગઢ ખાતે રહેતા મહિલાએ ગત તા.૧૮ ફેબ્રુ.ના બેથી ૩ વાગ્યાના સુમારે વડીયા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વ‚પદાસજી તેમજ ગોંડલના ભોજપરાના શ્યામ સુંદર સ્વામીએ યુવતી સ્વામીનારાયણ સંપ્રદાયની હોય આનંદ સ્વ‚પ સાથે ટેલીફોનીક સંપર્કમાં આવતા તેમને તેમના પતી સાથે અણબનાવનું સમાધાન કરી આપવાની લાલચ આપી શીશુ મંગલ રોડથી બિલખા ગેઈટ તરફ જતા રોડ પર ગત તા.૧૮નાબપોરનાં બેથી ત્રણ વાગ્યાના સુમારે છરી બતાવી ગાડીમાંજ બળાત્કાર ગુજારી અને જો આ અંગે પોલીસ ફરિયાદ કરીસતો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો આચરવામાં શ્યામ સુંદર સ્વામી તેમજ આનંદ સ્વ‚પ સ્વામીએ એક બીજાને મદદગારી કર્યાની પોલીસ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા આ ઘટનાને લઈ સ્વામી નારાયણ સંપ્રદાય તેમજ હરીભકત સમુદાયમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે. ઘટનાનાપગલે સંપ્રદાય તેમજ સાધુતાને લાંછન ‚પ આ ઘટનાની ફીટકાર સાથે યોગ્ય તપાસ થાય તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે. આ બનાવની તપાસ સી ડીવીઝન પીએસઆઈ પી.બી. લકકડ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.