Abtak Media Google News

વલ્લભાચાર્ય ફાઉન્ડેશન આયોજીત રાસોત્સવમાં મહાપ્રસાદ અને મહાઆરતીનો ભાવિકોએ લીધો લાભ: ખ્યાતનામ કલાકારોએ દિવ્ય અને ભવ્ય રાસવિલાસનો કરાવ્યો આનંદ

શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા રાજકોટના પૂર્વ વિસ્તારમાં પ્રથમવાર શરદ પૂર્ણિમાના પાવન અવસર પર પુષ્ટિ શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં વૃંદાવનધામ ખાતે વૈષ્ણવો ઉમટી પડયા હતા. આયોજકો દ્વારા રાસોત્સવની સાથો સાથ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.શરદ પૂર્ણિમાની ઉજવણી નિમિતે સાંજના ૬ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી વૈષ્ણવભકતોએ જમાવટ કરી હતી. કાર્યક્રમમાં શ્રી યમુના મહારાણીજીના દર્શન, મહાપ્રસાદ, મહાઆરતીનો ભાવિકોએ લાભ લીધો હતો. ખ્યાતનામ કલાકારોએ દિવ્ય અને ભવ્ય ‘રાસવિલાસ’નો આનંદ કરાયો હતો. શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે પૂજય સ્વામીજી મહારાજે પુષ્ટિ શરદ રાસોત્સવ ઉજવણી અંતર્ગત જણાવ્યું હતું કે, કૃષ્ણની રાસલીલાને વધાવવા રાજકોટ પૂર્વ ઝોન વિસ્તારમાં ખુબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમવારના આયોજનમાં હજારોની સંખ્યામાં પુષ્ટિ સંપ્રદાયના ભકતો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં સુરેજાભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, ૨ હજારથી વધુ લોકો રાસ મહોત્સવમાં જોડાયા છે. કરણપરા વિસ્તારના તમામ વૈષ્ણવોએ રાસોત્સવનો લાભ લીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.