Abtak Media Google News

વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ અને પોલીસ સુરક્ષા સેતુના સંયુકત ઉપક્રમે શરદ પૂનમની રાતે દિવ્યાંગો મન મુકી ઝુમ્યા

નવરાત્રી પૂર્ણ થઈ ગયા બાદ પણ ખેલૈયાનો ગરબાનો રંગ ઉતરતો નથી. ગઈકાલે શરદ પૂનમની રાતે ગુજરાતમાં ઠેર-ઠેર જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસ હેડ કવાટર્સ ખાતે વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ અને પોલીસ સુરક્ષા સેતુના સંયુકત ઉપક્રમે દિવ્યાંગજનોનો ચતુર્થ રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ ભાઈઓ-બહેનો મન મુકીને ગરબાની રમઝટ બોલાવી હતી અને આ તકે ખાસ રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના ધર્મપત્નિ ખાસ ઉપસ્થિત રહીને દિવ્યાંગ ભાઈઓ-બહેનો સાથે ગરબાની રમઝટ બોલાવી હતી અને દિવ્યાંગ બાળકોની સાથે હૈયે હૈયુ મીલાવી ભાવ-વિભોર બન્યા હતા.આ તકે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરદોત્સવના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શહેરના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ અને પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. આજે હું અને મારા પત્નિ પણ આ દિવ્યાંગ બાળકો સાથે રમીને સુખનો આનંદ મળ્યો છે અને આ સ્મરણ જિંદગીભર મને યાદ રહેશે. આપણા સમાજની બધાની જ જવાબદારી છે કે આપણા દિવ્યાંગ ભાઈ-બહેનોને કઈ રીતે ખુશી લાવી શકીએ તે માટે પ્રયાસ સતત થતા રહેવા જોઈએ અને વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ અને તમામ આયોજકોને હું ખુબ અભિનંદન આપુ છું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.