Abtak Media Google News

ટ્રેન થાંભલા પરથી પસાર થઈ જતા ઘાત ટળી: રેન્જ આઈ.જી. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે

 

અબતક-રાજકોટ

વલસાડ પાસે અતુલ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી મુંબઇ-દિલ્હી વચ્ચે ચાલતી અગસ્તક્રાંતિ એક્સપ્રેસને ઉથલવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રેલવે ટ્રેક પર અજાણ્યા ઇસમોએ સિમેન્ટનો પોલ રાખી ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરંતુ ટ્રેન સ્પીડમાં હોવાથી સિમેન્ટના થાંભલાને તોડી ટ્રેન દોડતી થતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ખુદ રેન્જ આઈ.જી. સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે  કેટલાક ટિકળખોરોએ  સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારી, સુરત રેન્જ આઈ.જી. સહિત વલસાડ પોલીસ અને રેલવેની જી.આર.પી. અને આર.પી.એફ. સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ લેટ કરવામાં આવી હતી. ટ્રેન પોલને તોડીને પસાર થઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી અને હાલ તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું છે.શુક્રવારે વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી.અતુલ રેલ્વે સ્ટેશન નજીક કેટલાક ટિકળખોરોએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટ નો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્તક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી.તે  દરમિયાન આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા દુર ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકએ તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ પર પોહચ્યા હતા.ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમગ્ર ઘટના અંગે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તો રેલવે ટ્રેક નજીક ફ્રેઇટ કોરિડોર લાઈનનાં ચાલી રહેલા કામ પર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. જોકે સદનસીબે ટ્રેનનાં એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો.પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવું રેલવે અને પોલીસ સ્ટાફનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.