Abtak Media Google News

સાંસ્કૃતિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન અર્થે કાર્યરત ઈન્ટેક સંસ્થાના  રાજકોટ ચેપ્ટરનો શુભારંભ

અબતક,રાજકોટ

સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ, જતન અને સંવર્ધન અર્થે કાર્યરત ઇન્ટેક (ઈંગઝઅઈઇં) સંસ્થા દેશ વ્યાપી કાર્યરત છે જેનો રાજકોટ ચેપટરનો પ્રારંભ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે કલેકટર  અરુણ મહેશ બાબુ, મ્યુન્સિપલ કમિશનર  અમિત અરોરા  , દિલ્હી ચેપટરના ચેરમેન રિટાયર્ડ મેજર જનરલ  એલ.કે. ગુપ્તાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

આ પ્રંસગે સંસ્થાનું કાર્ય અને સાંસ્કૃતિક ધરોહરની મહતા સમજાવતા  એલ.કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રવાસનના કેન્દ્રમાં આપણી પૌરાણિક વિરાસત રહેલી છે. કલા, સાંસ્કૃતિક ધરોહર, ઇતિહાસ અંગે આપણે બાળકોને સાચુ શિક્ષણ આપી આવાનરી પેઢીમાં તેની જ્યોત પ્રગટાવી રાખી શકીશું.  આ અંગે શાળા કોલેજમાં સેમિનાર, કવીઝ સહિતના પ્રોગ્રામ કરવા ખાસ અનુરોધ કર્યો હતો. રાજકોટ શહેરમાં અનેક કોમ્યુનિટી વિવિધ કલા વારસો પરંપરાગત રીતે આગળ વધારી રહી છે જેની સાથોસાથ સ્થાનિક ભૂગોળ, ઇતિહાસ ધરાવતા મૂર્ત વારસોનું જતન, સંવર્ધન અને ડોક્યુમેન્ટેશન કરી તેમને વિશ્વના નકશા પર લાવવા તેમણે ચેપટરના સભ્યોને ખાસ વિનંતી કરી હતી.  આ તકે હેરિટેઝ વિરાસત ગુજરાતી ભાષામાં લોકભોગ્ય બને તે રીતે ડોક્યુમેન્ટેશન કરવા પર  એલ.કે. ગુપ્તાએ ભાર મકયો હતો.

ગાંધી મ્યુઝિયમ ખાતે દિલ્હી ચેપ્ટરના ચેરમેન રિટાયર્ડ મેજર જનરલ કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુએ ડોક્યુમેન્ટેશન પર ખાસ ભાર મુકતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી, રાજકોટ શહેરના વિવિધ સ્થળો પર અનેક હેરિટેઝ પ્લેસ સહીત ભાતીગળ સંગીત, કલા વારસોનું ડીઝીટલ હિસ્ટોરિકલ લાઈબ્રેરીના રૂપે સંકલન થવું જોઈએ.   જિલ્લા પ્રસાશન અને રાજકોટ ચેપટર સંકલન સાથે આ કામગીરી આગળ વધારશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.આ પ્રંસગે ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરાએ ડિસ્કવરી, રિસર્ચ, ડોક્યુમેન્ટેશન, સોકેસિંગ અને પ્રિઝર્વેશન થકી સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરી તેના સંવર્ધન માટેની પ્રક્રિયામાં સહભાગી થવાની  પ્રસાશન વતી ખાત્રી આપી હતી.

લોકલ આર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ થકી આર્ટને પ્રોફેશનલ લેવલે લઈ જઈ આર્ટને પ્રવર્તમાન સમયમાં લોકભોગ્ય બનાવવા ખાસ આહવાન કર્યું હતું.ક્ધઝર્વેશન એન્ડ પ્રિઝર્વેશન ઓફ હેરિટેઝ આર્ટ માટે દેશભરમાં 200 થી વધુ ચેપટર કાર્યરત છે, જેમાં 9520 જેટલા સભ્યો વોલ્યુન્ટરી તેમનું યોગદાન આપી રહ્યા છે.  સંસ્થા દ્વારા શિક્ષણ, ડોક્યુમેન્ટેશન, કોમ્યુનિકેશન સહીત વિવિધ હેરિટેજ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.

આ પ્રંસગે રાજકોટ ચેપટરના ક્ધવીનર  રિદ્ધિ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. ડિરેક્ટર અરવિંદ શુક્લ, નાયબ મ્યુનિસિપલ કમિશનર  સી.કે. નંદાણી, સંસ્થા સાથે જોડાયેલા આર્કિટેક્ટ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતાં.

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.