Abtak Media Google News

આરોગ્ય કામગીરીની સમિક્ષા અને માર્ગદર્શન

કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, જિલ્લા સંચારી રોગ અટકાયત સમિતિ,  જિલ્લા સ્ટિયરિંગ કમિટી, તમાકુ નિયંત્રણની બેઠકો  કલેકટર કચેરી ખાતે કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં  આ કલેક્ટરએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ટીબી નાબૂદી, ડેન્ગયુ, ચીકન ગુનિયા સહિતના રોગોને કાબુમાં લેવા તાકીદે પગલા લેવામાં આવવા જોઇએ.આ માટે  ખાસ કરીને ઔધોગિક વસાહતોમાં વધુને વધુ ટેસ્ટીંગ કરવું જોઇએ.

રોગચાળાને કાબુમાં લેવા સમયાંતરે દવાનો છંટકાવ કરવો જોઇએ. જિલ્લાના તમામ ગામો, નગરો અને શહેરના લોકોને સંપૂર્ણપણે કોવિડની વેકિસનથી ઝડપથી આરક્ષિત કરી દેવાના રહેશે. બાળકો, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ પૂરતાં પ્રમાણમાં પોષક આહાર મળી રહે તેની કાળજી લેવાવી જોઇએ.

આ માટે દર માસે આંગણવાડી સ્ટાફ, આશા વર્કર બહેનો તથા આરોગ્ય સ્ટાફની તાલીમ થવી જોઇએ વગેરે જેવા ઉપયોગી અને માર્ગદર્શક સુચનો કર્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,  ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભન્ડેરી, રોગચાળા અધિકારી ડો.નિલેશ રાઠોડ, મેલેરિયા અધિકારી ડો. ગૌરાંગ ઉપાધ્યાય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ડાભી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ, જિલ્લા સુખાકારી સમિતિ અને પુરવઠા વિભાગની બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ કચેરીઓની બાકી વિગતો, પેંશન કેશ, રાશન વિતરણ, બાકી વસુલાત, કોર્ટ કેસો, સરકારી પ્રોજેકટસની માપણી, દબાણ હટાવવા, પાણી, વીજ કનેકશન સહિતના વિવિધ મુદાઓની સમીક્ષા કલેક્ટર દ્વારા કરાઈ હતી. તેમજ લોક પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ કરવાની સુચના કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, માજી સાંસદ  રમાબેન માવાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, એસપી બલરામ મીના, નાયબ પોલીસ કમિશનરશ્રી પ્રવીણકુમાર, પ્રાંત અધિકારીઆી ચરણસિંહ ગોહિલ, પી.એચ.ગલચર, ખેતીવાડી અધિકારી રમેશ ટીલવા, ફિશરીઝ અધિકારી ભારતી ટાંક, પૂરવઠા અધિકારી પ્રકાશ માંગુડા, કાર્યપાલક ઇજનેર નિશિત કામદાર, ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.